બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik vs Gill! Gujarat Titans and Mumbai Indians will clash today in Ahmedabad

IPL 2024 / હાર્દિક vs ગિલ! અમદાવાદમાં આજે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ, કોણ કોના પર પડશે ભારે?

Megha

Last Updated: 11:04 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે હાર્દિક પંડ્યા તેની ભૂતપૂર્વ ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. કોણ કોના પર પડશે ભારે?

IPL 2024 ની પાંચમી મેચ આજે છેલ્લી સિઝનની રનર-અપ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT ​​vs MI) વચ્ચે રમવાની છે. આ મેચ જીટીના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાશે. આ સિઝનમાં બંને ટીમો નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે, જેમાં યુવા ખેલાડી શુભમન ગિલ ગુજરાતની ટીમની કમાન સંભાળી છે જ્યારે હાર્દિક પંડ્યા રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશિપ સસંભાળી છે. 

બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને બંને ટીમોના કેપ્ટન પીચને સારી રીતે જાણે છે. હવે વાત તો જાણીતી જ છે કે હાર્દિકની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સ એક વખત વિજેતા બન્યું હતું અને બીજી વખત ઉપવિજેતા બન્યું હતું. આ સ્ટેડિયમ હાર્દિકનું હોમગ્રાઉન્ડ કહેવાય છે અને આ મેદાનને તે સારી રીતે જાણે છે. 

સાથે જ ગત સિઝનમાં રમાયેલી ક્વોલિફાયર મેચમાં જ્યારે બંને ટીમો આ મેદાન પર આમને-સામને આવી હતી ત્યારે શુભમન ગિલના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી હતી. ઉપરાંત એમ પણ કહેવાય છે કે ગિલ પણ આ મેદાનમાં સૌથી વધુ રન બનાવે છે એટલે આજનો મુકાબલો ચાહકો માટે ખૂબ જ રોમાંચક બનવાનો છે. 

મુંબઈ અને ગુજરાત વચ્ચેની આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા, ઈશાન કિશન અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર રહેશે, તો ગુજરાત ટાઈટન્સમાંથી શુભમન ગિલ અને રાશીદ ખાન પર ચાહકોની નજર રહેશે. 

વધુ વાંચો: 'છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકતું હતું..' SRH સામેની મેચમાં જીત બાદ KKRના કેપ્ટને આ ખેલાડીના કર્યા વખાણ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્યાં 27 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 13 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 14 મેચ જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 170 થી 180 રનની વચ્ચે જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેણે 6માં જીત મેળવી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ