બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Nitish Kumar Reddy Who Scored 64 runs on 37 balls against Punjab

IPL 2024 / 4,6,4,6… કોણ છે નીતિશ રેડ્ડી? જેના ચોગ્ગા-છગ્ગાએ પંજાબના બોલરોને આંખે પાણી લાવી દીધા

Megha

Last Updated: 08:17 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સ સામેની મેચમાં સનરાઈઝર્સ ટીમની હાલત ખરાબ હતી પરંતુ એક ખેલાડીની મદદથી તે મજબૂત સ્થિતિમાં પાછી ફરી હતી. આ ઓલરાઉન્ડરે 32 બોલમાં અડધી સદી ફટકારી હતી.

IPL 2024ની 23મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (PBKS vs SRH) વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ રમતા, SRH એ 182/9 નો સ્કોર બનાવ્યો હતો. 

પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં સનરાઈઝર્સ ટીમની હાલત ખરાબ હતી પરંતુ એક ખેલાડીની મદદથી હૈદરાબાદ મજબૂત સ્થિતિમાં પાછી ફરી હતી. આ યુવા ઓલરાઉન્ડરે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી અને કુલ 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગને કારણે એક સમયે માત્ર 39 રનમાં 3 વિકેટ અને 64 રનમાં 4 વિકેટ ગુમાવનાર ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 182 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

આ ખેલાડી છે સનરાઈઝર્સ હૈદરાબાદના નીતિશ રેડ્ડી. આ ખેલાડીના શાનદાર પ્રદર્શનના આધારે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. આઈપીએલમાં પોતાની કારકિર્દીની ચોથી મેચ રમી રહેલા આ યુવા ખેલાડીની આ પ્રથમ ફિફ્ટી હતી. આ પહેલા તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અણનમ 14 રન બનાવ્યા હતા. તેણે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર બે જ ઈનિંગ્સ રમી છે. નીતિશ રેડ્ડીએ આઈપીએલની છેલ્લી સિઝનમાં જ ડેબ્યૂ કર્યું હતું. એ સમયે તેને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. પરંતુ મને તે બંને મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી.

નીતીશ રેડ્ડીનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. નીતિશને આઈપીએલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદે તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL પહેલા રણજી ટ્રોફી પણ નીતિશ કુમાર રેડ્ડી માટે સારી રહી હતી. આંધ્રના આ ખેલાડીએ ટૂર્નામેન્ટમાં 366 રન બનાવ્યા હતા. જેમાં બિહાર વિરૂદ્ધ 159 રનની ઇનિંગ સામેલ છે. નીતીશ એ હાર્દિક પંડ્યા અને બેન સ્ટોક્સની જેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની ઈચ્છા ધરાવે છે.

વધુ વાંચો'CSKની કેપ્ટનશીપ માટે મને ગયા વર્ષે જ...', જુઓ શું કહ્યું ઋતુરાજ ગાયકવાડે

મેચની વાત કરીએ તો પંજાબે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે અર્શદીપ સિંહની જગ્યાએ પ્રભસિમરન સિંહને રમ્યો હતો. હૈદરાબાદે ટ્રેવિસ હેડની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. પંજાબ માટે સૌથી વધુ રન શશાંક સિંહના બેટમાંથી આવ્યા હતા. તેણે 25 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46* રનની ઇનિંગ રમી હતી. આશુતોષ શર્માએ 15 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33* રનની ઇનિંગ રમી હતી. શશાંક અને આશુતોષે સાતમી વિકેટ માટે 66(27)* રનની ભાગીદારી કરી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ