ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:50 PM, 9 April 2024
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળી રહેલા યુવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડે સ્પષ્ટ કર્યું હતું કે તેમને આ જવાબદારી રાતોરાત મળી નથી પરંતુ આ અંગેના સંકેતો ગત સિઝનમાં જ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સ જેઓ આ સિઝનમાં તેમના ખિતાબનો બચાવ કરવા મેદાનમાં છે, તેઓ તેમના નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં તેમના અભિયાનને શાનદાર રીતે આગળ ધપાવે છે. CSK એ ગયા વર્ષે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ 5મી વખત IPL ટાઇટલ જીત્યું હતું. આ પછી, નવી સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા ધોનીએ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને યુવા ગાયકવાડને કમાન સોંપી. પરંતુ ગાયકવાડે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ અંગેના સંકેત તેને પહેલા મળી ચુક્યા હતા. ધોનીએ 2022ની છેલ્લી સિઝનમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે કેપ્ટનશિપ માટે તૈયાર રહે. તેમને ટીમની કેપ્ટનશીપ અચાનક નથી મળી.
ADVERTISEMENT
ગાયકવાડે કહ્યું કે તે ધોનીભાઇએ કહ્યુ ત્યારથી જ તૈયાર હતો જોકે બંને વચ્ચે સુકાનીપદને લઈને કોઈ ઊંડી ચર્ચા થઈ નથી. સોમવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની જીતમાં ગાયકવાડે આગળથી કેપ્ટનશિપ કરી હતી. IPL શરૂ થવાના એક દિવસ પહેલા 22 માર્ચે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડે KKR પર 7 વિકેટની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'સાચું કહું તો આ વિશે કોઈ ઊંડી ચર્ચા થઈ નથી. હું આરામથી હતો. અમે ફક્ત એક જ વાર વાત કરી. અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તે મારી પાસે આવ્યો અને આવું કહ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેણે કહ્યું, 'બહારની દરેક વ્યક્તિ વિચારી શકે છે કે મારે તેના જેવા મહાન ખેલાડીની જગ્યા લેવી પડશે પરંતુ હું માનું છું કે મારી પોતાની શૈલી હશે. હું ટીમ કલ્ચરને જાળવી રાખવા માંગુ છું.
ગાયકવાડે કહ્યું, 'તેમણે મને 2022 માં કહ્યું હતું કે કદાચ આવતા વર્ષે નહીં પરંતુ તે પછી મારે કેપ્ટન બનવું પડશે, તેથી મારે તેના માટે તૈયાર રહેવું જોઈએ. ત્યારથી હું હંમેશા તૈયાર હતો. ગયા વર્ષે પણ હું દરેક મેચ બાદ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે કેપ્ટનશિપના દરેક પાસાઓ પર વાત કરતો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કેપ્ટન તરીકે શું બદલાવ લાવ્યા છે. તેણે કહ્યું, 'મને નથી લાગતું કે આની જરૂર છે. હું CSKની સંસ્કૃતિ જાળવી રાખવા માંગુ છું. આના આધારે અમે આટલી સફળતા મેળવી છે, તેથી હું કોઈ ફેરફાર ઈચ્છતો નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ