બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mi vs rcb match poor umpiring by nitin menon

સ્પોર્ટ્સ / IPL 2024: આ 4 નિર્ણયના કારણે એમ્પાયરિંગ પર ઉહાપોહ, કિંગ કોહલી પણ નાખુશ

Arohi

Last Updated: 05:27 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Poor Umpiring: IPL 2024ના બ્લોકબસ્ટક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટથી હરાવ્યું. આ મેચ વખતે અમુક વખતે પુઅર એમ્પાયરિંગ જોવા મળી.

IPL 2024ની 17મી સીઝનના 25માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવ્યું. 11 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈને જીત માટે 197 રનોનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને આ ટીમે 27 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો. 

મુંબઈની પાંચ મેચોમાં આ બીજી જીત રહી. ત્યાં જ આરસીબીની છ મેચોમાં આ પાંચમી હાર રહી. મુંબઈ ઈન્ડિયન્સની જીતના હીરો ફાસ્ટ બોલક જસપ્રીત બુમરાહ રહ્યા. તેમણે 21 રન આપીને 5 વિકેટ લીધી. 

જ્યારે નીતિને લીધી ત્રીજા એમ્પાયરની મદદ 
આ મેચ વખતે ખરાબ એમ્પાયરિંગ જોવા મળી. અમ્પાયર્સે અમુક એવા નિર્ણય કર્યા જેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આરસીબીની ઈનિંગની 17મી ઓવરમાં ખૂબ જ બબાલ થઈ. જસપ્રીત બુમરાબની આ ઓવરમાં ફાફ ડુ પ્લેસિસ એક મોકા પર સંપૂર્ણ રીતે બીટ થયા અને બોલ વિકેટકીપર ઈશાન કિશનના ગ્લબ્સમાં જતો રહ્યો. ઈશાને અપીલ કરી પરંતુ એમ્પાયરે નોટઆઉટ આપી દીધો. એમઆઈના બન્ને રિવ્યૂ બર્બાદ થઈ ચુક્યા હતા. એવામાં તે મેદાની એમ્પાયરના નિર્ણયને ક્રોસચેક ન હતા કરી શકતા. 

જોકે મેદાની એમ્પાયર નીતિન મેનન ત્રીજા એમ્પાયરની પાસે ગયા કારણ કે નિતિનનું માનવું હતું કે બોલ બેટથી અથડાઈને ઈશાનના ગ્લબ્સમાં ગયો છે. નીતિન એ જોવા માંગતા હતા કે કેચ સારી રીતે થયો છે કે નહીં. એમ્પાયર રિવ્યૂ વખતે ત્રીજા એમ્પાયર વીરેન્દ્ર શર્માએ અલ્ટ્રા એજ પણ ચેક કર્યા. આઈપીએલ નિયમો અનુસાર ફેયર કેચ માટે એમ્પાયર દ્વારા કરવામાં આવેલા રિવ્યૂ વખતે ત્રીજા એમ્પાયરને અલ્ટ્રા-એજ પણ જોવાની પરવાનગી આપવામાં આવી. 

આઈપીએલની પ્લેઈંગ કંડીશન્સના અપેન્ડિક્સ-Dના ખંડ 2.2.3માં આ વાતનો ઉલ્લેખ છે. અલ્ટ્રા-એજમાં જાણવા મળ્યું કે બોલ ડુ પ્લેસિસના બેટ પર નથી લાગ્યો. એવામાં ડુ પ્લેસિસ આઉટ થવાથી બચી ગયા. જો નિતિન મેનને આઉટ આપ્યો હોત તો ડુ પ્લેસિસ જરૂર રિવ્યૂ કરતા કારણ કે બોલ તેમના બેટને ન હતો અડ્યો. 

છેલ્લી ઓવરમાં નો-બોલ વિવાદ 
આરસીબીની ઈનિંગની છેલ્લી ઓવરમાં નો-બોલ કોલને લઈને પણ વિવાદ થયો. આકાશ મધવાલે તે ઓવરમાં બીજો બોલ હાઈ ફુલટોસ ફેંક્યો, જેને ઓનફીલ્ડ એમ્પાયરે લીગલ બોલ માન્યો. બેટ્સમેન દિનેશ કાર્તિકનું માનવું હતું કે તે નો-બોલ છે. એવામાં તેમણે રિવ્યૂ લીધો. એવું લાગી રહ્યું હતું કે થર્ડ એમ્પાયર બોલિંગના પક્ષમાં નિર્ણય સંભળાવશે કારણ કે બોલ કમરથી થોડી ઉપર રહી હતી. જોકે ત્રીજા એમ્પાયરે બોલિંગના પક્ષમાં નિર્ણય કર્યો. આ નિર્ણયથી ડગઆઉટમાં વિરાટ કોહલી પણ નાખુશ જોવા મળ્યા અને નિર્ણય પર શૉક હતા. 

આ મેચ વખતે એક વખત મેદાનના એમ્પાયરે આરસીબીના ખાતામાં ચાર રન ન આપ્યા. ત્યારે રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડર આકાશ મધવાલના હાથ જ્યારે બાઉન્ડ્રીથી ટચ થઈ રહ્યા હતા. ત્યારે તે જ સમયે તેમના શરીરથી બોલનો પણ સંપર્ક થઈ રહ્યો હતો. છતાં એમ્પાયરે 4 ન આપી. 

વધુ વાંચો: VIDEO: 'એક જ દિલ કેટલી વાર જીતશે કોહલી', હાર્દિકની હુટિંગ જોઈ ન શક્યો વિરાટ, કર્યું આવું

મુંબઈ ઈન્ડિયની ઈનિંગની પહેલી ઓવરમાં એમ્પાયરે ભૂલ કરી. તે ઓવરમાં ફાસ્ટ બોલર રીસ ટોપ્સીનો બીજો બોલ વાઈડ લાઈનની અંદરથી પસાર થઈ પરંતુ મેદાન એમ્પાયરે બોલને વાઈડ ગણાવી. રિપ્લે બતાવવા પર લાગ્યું કે આ બોલને વાઈડ આપવી યોગ્ય ન હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ