બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mahesh bhupati lashes out at bengaluru for another lackadaisical show
Last Updated: 04:20 PM, 16 April 2024
IPL 2024માં RCB એક વખત ફરી હારી ગઈ છે. સતત 6 મેચમાં RCBને હારનો સામનો કરવો પડી રહ્યો છે. સતત હાર બાદ હવે બેંગ્લુરૂ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. કોહલી, કાર્તિક, ડુપ્લેસિસ હોવા છતાં પણ આરસીબીની કિસ્મત આ સીઝનમાં ન બદલાઈ.
ADVERTISEMENT
RCB ટીમના ખરાબ પરફોર્મન્સને જોઈને ફેન્સ જ નહીં પરંતુ ઘણા પૂર્વ દિગ્ગજ પણ ચોંકી ગયા છે. અહીં સુધી કે ટેનિસના દિગ્ગજ ખેલાડી રહીચુકેલા મહેશ ભૂપતિએ પોસ્ટ શેર કરી પોતાની ભડાસ નિકાળી છે. ભૂપતિએ આરસીબીને વેચવાની વાત પણ કહી દીધી છે.
For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic
— Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024
ADVERTISEMENT
BCCIને કરી ખાસ અપીલ
સોશિયલ મીડિયા એક્સ પર મહેશ ભૂપતિએ પોસ્ટ શેર કરી અને બીસીસીઆઈને ખાસ અપીલ કરી છે. ભૂપતિ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર રિએક્ટ પણ કરી રહ્યા છે.
ભૂપતિએ પોતાની પોસ્ટમાં લખ્યું, "રમત, આઈપીએલ, ફેન્સ અને અહીં સુધી ખેલાડીઓની ભાલાઈ હવે એમાં જ છે કે RCB માટે BCCI એક નવા માલિકની શોધ કરે. જે અન્ય ટીમોની જેમ આ ફ્રેન્ચાઈઝીને મોટી બનાવવા પર કામ કરે."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.