બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:45 AM, 17 April 2024
IPL 2024માં ક્રિકેટ લવર્સ પોત પોતાની ટીમને ચિયર કરવામાં કોઈ પણ કમી નથી છોડી રહ્યા. અહીં સુધી કે બોલિવુડ સેલેબ્સ પણ આઈપીએલના ફેન છે. હાલમાં જ મુંબઈ ઈન્ડયન્સને સપોર્ટ કરવા માટે બોલિવુડના બે મોટા સ્ટાર્સ સાથે જોવા મળ્યા. જે બોલિવુડમાં પોતાના ઝગડાવા કારણે ક્યારેક ચર્ચામાં હતા. પરંતુ આઈપીએલએ તેમની દુશ્મની દોસ્તીમાં બદલી દીધી છે.
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા પતિ અંગદ બેદીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી. જ્યાંથી તેમણે મેચની અમુક તસ્વીરો પણ શેર કરી છે. તેમાં કરીના કપૂર અને જ્હૉન અબ્રાહમ સાથે મેચ જોતા જોવા મળી રહ્યા છે. જેને જોઈને ફેંસ ચોંકી ઉઠ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
A post shared by Neha Dhupia (@nehadhupia)
સાથે જોવા મળ્યા કરિના જ્હૉન
નેહા ધૂપિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેચ વખતે ક્લિક કરેલા ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે. ફોટોમાં નેહા ધૂપિયા ટીમને ચિયર કરતી જોવા મળી રહી છે અને તેની બાજુમાં કરીના કપૂર સ્માઈલ કરતા જોવા મળી રહી છે.
વધુ વાંચો : સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં ખુલ્યું પુર્તગાલ કનેક્શન, થયો ચોંકાવનારો ખુલાસો
ત્યાં જ પાછળની સીટ પર જ્હૉન અબ્રાહમ અને અંગદ બેદી બેઠેલા છે. નેહા અને કરીના મેચ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે જ્હૉન અબ્રાહમ અને અંગદ બેદી કેમેરાની તરફ જોઈને સ્માઈલ કરતા જોવા મળી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.