બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Hardik Pandya worships at Somnath temple after MI's three consecutive defeats
Last Updated: 07:16 PM, 5 April 2024
ADVERTISEMENT
#WATCH | Gujarat: Indian Cricket Team all-rounder Hardik Pandya offers prayers at Somnath Temple.
— ANI (@ANI) April 5, 2024
Source: Somnath Temple Trust pic.twitter.com/F8n05Q1LSA
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેણે આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ આ સિઝન માટે મોટો ફેરફાર કર્યો છે. તેણે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે. પરંતુ હાલમાં ટીમને આ ફેરફારનો કોઈ ફાયદો થતો હોય તેવું લાગતું નથી. આ દરમિયાન હાર્દિકને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ શુક્રવારે સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને
— Parul R Raval (@Parul_Raval17) April 5, 2024
સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી, જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી#IPL2024 #TATAIPL2024 #MumbaiIndians #HardikPandya @hardikpandya7 @mipaltan pic.twitter.com/CfQX8xUS5y
ADVERTISEMENT
કેપ્ટન બન્યા બાદ પંડ્યાને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સાથે ટીમને સતત ત્રણ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે છે. આ મેચ 7મી એપ્રિલે રમાશે. આ મેચ પહેલા કેપ્ટન પંડ્યા દર્શન માટે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાન શિવની પૂજા અર્ચના કરી. પંડ્યા અને મંદિર પરિસરનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વધુ વાંચો : ગુજરાત ટાઇટન્સને હાર્દિકની નહીં, શમીની ખોટ વર્તાઇ રહી છે, શુભમન ગિલની મુશ્કેલીમાં વધારો
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં મુંબઈને ગુજરાત ટાઇટન્સે 6 રને પરાજય આપ્યો હતો. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ 31 રનથી હારી ગયું હતું. હૈદરાબાદ સામે મુંબઈના બોલરોને ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી મુંબઈને રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે હરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.