બ્રેકિંગ ન્યુઝ
IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024), શુભમન ગિલ (Shubhman Gill)ની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમ 4 એપ્રિલે 1 બોલ બાકી રહેતા પંજાબ કિંગ્સ સામે 3 વિકેટે હારી ગઈ. આમ, IPLની આ સિઝનમાં ગુજરાતે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમી છે, જેમાં 2માં જીત અને 2માં હાર થઈ છે.
ADVERTISEMENT
આ 4 મેચ પછી એક વાત સામે આવી છે કે ગુજરાત ટાઇટન્સની ટીમને કેપ્ટન્સી છોડનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની એટલી ખોટ નથી વર્તાતી જેટલી તેને મોહમ્મદ શમી (Mohammed Shami)ની વર્તાઇ રહી છે. શમી ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર છે. જો કે, મોહિત શર્મા ચોક્કસપણે શમીની જગ્યા ભરવાનો પ્રયાસ કરતો દેખાઈ રહ્યો છે.
ગુજરાતે આ IPLમાં તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી હતી. પહેલા રમતા ગુજરાતે 168/6નો સ્કોર કર્યો હતો. પછી 6 રનથી મેચ જીતી હતી. ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહા (19), શુભમન ગિલ (31), સાઈ સુદર્શન (45) અને છેલ્લે રાહુત તેવટિયા (22) એ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT
Keep your head up... Darshan bhai!#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvPBKS pic.twitter.com/AW1KU823s5
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
ADVERTISEMENT
પરંતુ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પહેલી જ મેચ માંડ-માંડ જીતી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) મુંબઈ તરફથી સ્ટ્રાઈક પર હતો. રાશિદ ખાન (4-0-23-0), સાઈ કિશોર (4-0-24-1), ઈમ્પેક્ટ પ્લેયર મોહિત શર્મા (4-0-32-2) પોતાનો ક્વોટા પૂરો કરી ચૂક્યા હતા. એવામાં શુભમન ગિલ (Shubhman Gill) પાસે પસંદગી તરીકે માત્ર અઝમતુલ્લાહ ઓમરઝાઈ, સ્પેન્સર જોન્સન અને ઉમેશ યાદવ હતા. ઓમરઝાઈએ 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી, જોન્સને 2 ઓવરમાં 25 રન આપ્યા હતા.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં ગિલે મજબૂર થઈને છેલ્લી ઓવરમાં ઉમેશ યાદવને તક આપવી પડી હતી. પરંતુ ઉમેશના પહેલા બોલ પર હાર્દિકે (Hardik Pandya) સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી દીધી. હવે 4 બોલમાં 9 રનની જરૂર હતી, પરંતુ છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર પંડ્યા ફરીથી મોટી હિટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો. આ પછી ઉમેશે ચાવલાને આઉટ કરીને કોઈક રીતે મેચ બચાવી લીધી.
હવે વાત કરીએ 4 એપ્રિલે ગુજરાત વિરુદ્ધ પંજાબની મેચ વિશે, જે છેલ્લો બોલ બાકી હતો ત્યારે પંજાબે 3 વિકેટ સાથે જીતી લીધી. પંજાબને છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) બોલ દર્શન નલકાંડેને આપ્યો, આ ઓવરમાં આશુતોષ શર્મા પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ પછી દર્શને વાઇડ બોલ ફેંક્યો. આ પછી પાંચ બોલમાં છ રન બનાવવાના હતા.
ADVERTISEMENT
𝗠𝗼𝗵🙏𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 ©️#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvPBKS pic.twitter.com/xFMsj3wwHh
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2024
ADVERTISEMENT
ઓવરના બીજા બોલ પર હરપ્રીત બ્રાર કોઈ રન બનાવી શક્યો નહીં. ત્યારપછી તેણે આગલા બોલ પર એક રન લઈને શશાંક સિંહને સ્ટ્રાઈક આપી. શશાંક સિંહે ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો માર્યો. ત્યારપછી છેલ્લા બોલ પર શશાંકે લેગ બાય કરીને એક રન લઈને પોતાની ટીમને જીત અપાવી દીધી.
આ સિઝનમાં શમી (Mohammed Shami)ની ગેરહાજરીને કારણે શુભમન ગિલને ભારતીય બોલરોમાં ઉમેશ યાદવની સાથે રમવું પડી રહ્યું છે. પરંતુ જો શમી પંજાબ સામેની મેચમાં હોત તો કદાચ પરિણામ અલગ આવી શક્યું હોત. પણ આવું કેમ, ચાલો જાણીએ -
શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ કુલ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ અને 8.03ના ઈકોનોમી રેટથી 28 વિકેટ ઝડપી હતી. શમી (Mohammed Shami)ની આઈપીએલ કારકિર્દી જબરદસ્ત રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે.
ગુજરાતની બેટિંગ સારી, પરંતુ બોલિંગ નિષ્ફળ
ગુજરાત (Gujarat Titans) ની બેટિંગ 4 મેચમાં સારી રહી છે, પરંતુ બે મેચમાં ડેથ ઓવરોમાં ભૂલો જોવા મળી છે.
31 માર્ચે ગુજરાતની મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે હતી. જ્યાં હૈદરાબાદે 162/8નો સ્કોર કર્યો હતો. આ મેચમાં સ્કોરનો પીછો કરતાં સાહા (25), ગિલ (36), સુદર્શન (45), ડેવિડ મિલર (44 નોટ આઉટ) એ જબરદસ્ત બેટિંગ કરી હતી.
તે મેચમાં, હૈદરાબાદની ઇનિંગ્સ દરમિયાન છેલ્લી ઓવર મોહિત શર્મા દ્વારા ફેંકવામાં આવી હતી, જ્યાં તેણે 2 વિકેટ લીધી હતી અને તેનો સ્પેલ 4-0-25-3 પર ખતમ થયો. જો કે 4 એપ્રિલે પંજાબ સામેની મેચમાં મોહિત પોતાનો સ્પેલ પૂરો કરી ચૂક્યો હતો એટલે ઉમેશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: '...તો તમે મુશ્કેલીમાં મુકાઇ જશો', આખરે પંજાબ કિંગ્સ કઇ રીતે હાર્યું? શુભમન ગિલે કરી સ્પષ્ટતા
26 માર્ચે ચેન્નઈ સામેની મેચમાં, ગુજરાતનું બોલિંગ યુનિટ ફરી એકવાર નબળું જોવા મળ્યું હતું, મોહિત શર્મા (4-0-36-1) અને સ્પેન્સર જોન્સન (4-0-35-1) અને સાઈ કિશોર (3-0-28-1) સિવાય અન્ય તમામ બોલરોએ ઓવર દીઠ 10 રનના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. આમાં રાશિદ ખાન પણ સામેલ હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.