બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 shubman gill statement blame drop catch record for defeat gt vs pbks
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે IPL 2024 પંજાબ કિંગ્સના સામે ત્રણ વિકેટથી હાર બાદ કહ્યું છે કે તેમની ટીમે પુરતા રન બનાવ્યા હતા પરંતુ કેચ છુટવાના કારણે સ્કોર બચાવી ન શક્યા. ટાઈટન્સના ફીલ્ડર્સે મેચમાં ઓછામાં ઓછા ત્રણ કેચ ડ્રોપ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગિલે મેચ બાદ કહ્યું, "અમુક કેચ ડ્રોપ થયા. આવી વિકેટ પર જ્યારે તમે કેચ છોડો છો તો ક્યારેય સરળ નથી રહેતું. આવી પરિસ્થિતિઓમાં રન બચાવવા મુશ્કેલ હોય છે. નવા બોલથી થોડી મદદ મળી રહી હતી પરંતુ સુધારની આશા ન દેખાઈ."
સ્કોર પર ગિલે શું કહ્યું?
શુભમન ગિલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પિચ જોઈને લાગ્યું કે 15-20 રન ઓછા રહી ગયા છે. તેના પર તેમણે કહ્યું, "નવો બોલ હરકત કરી રહ્યો હતો અને મને લાગે છે કે 200 ખૂબ જ સારો સ્કોર હતો. અમે 15મી ઓવર સુધી મેચમાં હતા. જ્યારે તમે કેચ છોડશો તો તમે મુશ્કેલીમાં પડી જશો. નાલકંડેએ ગઈ મેચમાં જે પ્રકારે બોલિંગ કરી તેના કારણે મેં છેલ્લી ઓવર માટે તેની પાસે ગયા."
ADVERTISEMENT
ADVERTISEMENT
મેચમાં શું થયું?
ટાઈટન્સના 200 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સને શશાંક સિંહે 29 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાથી અણનમ 61 રનની ઈનિંગ રમીને એક બોલ બાકી રતે સાત વિકેટ પર 200 રનના વિજયી સ્કોર સુધી પહોંચાડી દીધા. શશાંકે જિતેશ શક્માની સાછે છઠ્ઠી વિકેટ માટે 39 અને આશુતોષ શર્માની સાથે સાતમી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરીને પંજાબની જીત સુનિશ્ચિક કરી. પંજાબ માટે કેપ્ટન શુભમન ગિલે 48 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગાના અણનમ 89 રનોની ઈનિંગ રમી જેનાથી ટીમે ચાર વિકેટ પર 199 રન બનાવ્યા.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.