બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 PBKS vs GT punjab kings become first team to chase 200 runs

PBKS vs GT / IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ બની સૌથી મોટી ચેઝ માસ્ટર, પ્રથમવાર કોઈ ટીમે કર્યું આ કારનામું

Published By: Arohi

Last Updated: 09:13 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સની ટીમે IPLમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે જીટીના સામે રમાયેલી મેચમાં 200 રનના ટાર્ગેટને ચેઝ કર્યો છે.

ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે IPL 2024ની 17મી મેચ રમાશે. આ મેચને પંજાબ કિંગ્સની ટીમે પોતાના નામે કરી લીધી છે. પંજાબ કિંગ્સે આ જીતની સાથે જ સીઝનમાં પોતાની બીજી જીત નોંધાવી લીધી છે. 

બન્ને ટીમોની વચ્ચે આ મેચ છેલ્લી ઓવર સુધી રસાકસી વાળી રહી. જ્યાં પંજાબ કિંગ્સે યુવા ખેલાડીઓનની શાનદાર ઈનિંગના દમપર આ મેચ પોતાના નામે કરી લીધી. પંજાબ કિંગ્સની જીતની સાથે જ તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર પણ આવી ગયા છે. 

જાણો મેચની અપડેટ
ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે રમાયેલી આ મેચ વિશે વાત કરવામાં આવે તો આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોપ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેના બાદ જીટીની ટીમે ચાર વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 199 રન બનાવ્યા. ત્યાર બાદ મેચમાં છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સે આ ટાર્ગેટને ચેઝ કર્યો. 

તેમણે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 299 રન બનાવ્યા અને 3 વિકેટથી મેચ જીતી લીધી. પંજાબની જીતમાં યુવા ખેલાડીઓનું યોગદાન સૌથી વધારે રહ્યું. જ્યાં શશાંક સિંહે 29 બોલ પર સૌથી વધારે 61 રનોની ઈનિંગ રમી. આ ઈનિંગ વખતે તેમણે કુલ 6 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા. આ રન ચેઝમાં આશુતોષ શર્માએ શશાંક સિંહનો સાથ નિભાવ્યો. ત્યાં જ જિતેશ શર્માએ 16 રનોની નાની પરંતુ મહત્વની ઈનિંગ રમી. 

તોડ્યો મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ 
ગુજરાત ટાઈટન્સે આ મેચમાં પંજાબ કિંગ્સને જીત માટે 200 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને રોમાંચક અંદાજમાં ચેઝ કરતા જ પંજાબ કિંગ્સની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તમને જણાવી દઈએ કે તેમણે આઈપીએલમાં છઠ્ઠી વખત 200 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. 

વધુ વાંચો: ઇતિહાસમાં પ્રથમવાર, માત્ર 17 મેચમાં જ IPL ટૂર્નામેન્ટમાં 300 સિક્સરનો આંકડો ક્રોસ થઇ ગયો

તેના પહેલા કોઈ પણ ટીમ આમ નથી કરી શકી જેણે 6 વખત 200 કે તેનાથી વધારેનો ટાર્ગેટ ચેઝ કર્યો. આખી ટી20 ક્રિકેટમાં પણ આમ કરનાર પંજાબ પહેલી ટીમ બની ગઈ છે. તેના પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત 200 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો તેમણે આ મામલામાં હવે એમઆઈને પાછળ છોડી દીધી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans IPL 2024 PBKS vs GT Punjab Kings પંજાબ કિંગ્સ IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ