બ્રેકિંગ ન્યુઝ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના મેદાન પર રમાયેલી મેચમાં ટુર્નામેન્ટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનતો જોવા મળ્યો. અત્યાર સુધી આ સિઝનમાં બોલરોની જોરદાર ધોલાઈ થતી જોવા મળી છે, જેના કારણે 2 મેચમાં ટીમનો સ્કોર 250 પ્લસ પણ જોવા મળ્યો છે. GT અને પંજાબ વચ્ચેની મેચમાં ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી ઓછી મેચમાં 300 સિક્સરનો આંકડો પાર થઈ ગયો. ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલે પંજાબ સામેની મેચમાં ઇનિંગની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારતાં જ આઇપીએલની આ સિઝનમાં સિક્સરની ટ્રિપલ સેન્ચુરી પૂરી થઈ ગઈ.
ADVERTISEMENT
3773 બોલમાં પૂરા થયા 300 છગ્ગા
IPL 2024માં 300 સિક્સરના આંકડા સુધી પહોંચવા માટે માત્ર 3773 બોલની જ જરૂર પડી, જે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી ઝડપી છે. IPLમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે 4000થી ઓછા બોલમાં સિક્સરનો આ આંકડો પૂરો કરવામાં આવ્યો. અગાઉ, વર્ષ 2018માં રમાયેલી IPL સિઝનમાં 4578 બોલમાં 300 સિક્સરનો આંકડો પૂરો થયો હતો, જે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ વચ્ચેની મેચમાં 6 વર્ષ પછી તૂટી ગયો. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, આ સિઝનમાં રમાયેલી બંને મેચમાં કુલ 67 છગ્ગા મારવામાં આવ્યા. જો આઈપીએલની છેલ્લી સિઝનમાં 17 મેચોમાં ફટકારવામાં આવેલા સિક્સરના આંકડા પર નજર કરીએ તો ત્યાં સુધી માત્ર 259 છગ્ગા માર્યા હતા, જ્યારે વર્ષ 2020માં આટલી જ મેચોમાં કુલ 258 સિક્સર મારી હતી. IPL 2024માં અત્યાર સુધીમાં કુલ 312 સિક્સર લાગી ચૂક્યા છે.
ADVERTISEMENT
IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 17 મેચ બાદ સૌથી વધુ સિક્સરના આંકડા -
ADVERTISEMENT
વધુ વાંચો: GT vs PBKS: પંજાબના શેર સામે ગુજરાતના સાવજ હાર્યા, શશાંકસિંહ મેચનો હીરો, 61 રન ફટકાર્યા
શશાંક સિંહની ઇનિંગે અપાવી પંજાબને રોમાંચક જીત
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના મેદાન પર રમાયેલી મેચની વાત કરીએ તો શશાંક સિંહની 29 બોલમાં 61 રનની શાનદાર અણનમ ઇનિંગના આધારે પંજાબની ટીમે એક બોલ પહેલા 3 વિકેટે મેચ જીતી લીધી. આ મેચમાં એક સમયે પંજાબ કિંગ્સે 150ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ શશાંક સિંહે જીતેશ શર્મા સાથે મળીને પહેલા 39 રન અને પછી આશુતોષ શર્મા સાથે 43 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.