બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Hardik explained the reason for Mumbai Indians defeat saying CSK have a player behind the stumps

IPL 2024 / હાર્દિકે જણાવ્યું મુંબઈ ઈન્ડિયન્સની હારનું કારણ, કહ્યું 'CSK પાસે સ્ટમ્પ પાછળ એક એવો ખેલાડી છે જે..'

Megha

Last Updated: 08:16 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું હતું કે, 'આ એક લક્ષ્ય હતું જે અમારે ચોક્કસપણે હાંસલ કરવું જોઈતું હતું પરંતુ તેઓએ ખૂબ જ સારી બોલિંગ કરી હતી.'

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ઘરઆંગણે MIને 20 રને હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની સાથે તેનું અંગત પ્રદર્શન પણ ઘણું શરમજનક રહ્યું અને રોહિત શર્માની શાનદાર સદી છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધોની સહિત ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની પણ પ્રશંસા કરી હતી.

CSKની જીતમાં ઘણા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમાં મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ છે. બેટિંગ કરતી વખતે ધોનીએ 4 બોલમાં 20 રન ફટકારીને પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય મુંબઈની બેટિંગ દરમિયાન તે પોતાના બોલરોને જરૂરી સૂચનો આપવા સિવાય ફિલ્ડિંગ ગોઠવતો રહ્યો. આના પરિણામે ચેન્નાઈની ટીમે વધુ એક વિજય હાંસલ કર્યો હતો. 

હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું હતું કે, 'આ એક લક્ષ્ય હતું જે અમારે ચોક્કસપણે હાંસલ કરવું જોઈતું હતું પરંતુ તેઓએ ખૂબ જ સારી બોલિંગ કરી, જેમાં પથિરાના ટીમ માટે X ફેક્ટર નીકળ્યો હતો. સીએસકે પાસે વિકેટની પાછળ એક વ્યક્તિ છે જે તેમને કહેતો રહે છે કે આ વિકેટ પર શું કરવું જોઈએ જે યોગ્ય હશે અને આ બોલરોને ઘણી મદદ કરે છે. આ પીચ પર બોલ થોડો રોકાઈને આવી રહ્યો હતો. અમારે સારી બેટિંગ કરવી જોઈતી હતી. પથિરાના બોલિંગ કરવા આવ્યો ત્યાં સુધી અમે લક્ષ્યનો પીછો કરતી વખતે ખૂબ જ સારી શરૂઆત કરી હતી.' 

આગળ હાર્દિકે કહ્યું કે, 'હવે અમારે આગામી ચાર મેચ ઘરથી દૂર રમવાની છે અને તેમાં વધુ સારું રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.' જણાવી દઈએ કે આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 6 મેચમાં 4 હાર બાદ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે, જેમાં તેનો નેટ રન રેટ પણ -0.234 છે.

વધુ વાંચો : Video: ધોનીની સ્ટાઈલમાં સ્ટંમપિંગ, લિવિંગસ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ચોમેર વખાણ

મેચની વાત કરીએ તો IPL 2024 ની 29મી મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર રમત બતાવી અને મુંબઈ ઈન્ડિયન્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 20 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવર રમીને 206 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈના બેટ્સમેનો માત્ર 186 રન સુધી જ પહોંચી શક્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ