બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IPL 2024 : Good news for Dhoni fans Mahi to play IPL CSK retain drop 89 players from 10 teams

IPL 2024 / ધોનીના ચાહકો માટે ખુબ સારા સમાચાર, માહી રમશે IPL, CSK એ કર્યો રિટેઈન, 10 ટીમમાંથી 89 ખેલાડીઓને કર્યા બહાર

Pravin Joshi

Last Updated: 06:32 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારને ભૂલી ગયા છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનની રાહ જોવા લાગ્યા છે. IPLની આ સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે છે. પરંતુ તે પહેલા તમામ 10 ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી આવી ગઈ છે...

  • IPLની આ સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે છે
  • તમામ 10 ટીમોએ રીલીઝ અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી 
  • ચેન્નાઈ સુપર કિંગ્સે એમ.એસ.ધોનીને રિટેઈન કર્યા

ICC ODI વર્લ્ડ કપ 2023 સમાપ્ત થઈ ગયો છે. 19 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ ચાહકો આ હારને ભૂલી ગયા છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનની રાહ જોવા લાગ્યા છે. IPLની આ સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થઈ શકે છે. પરંતુ આ પહેલા આજે છેલ્લી તારીખે તમામ 10 ટીમોએ પોતાના રીલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

 

સૌ પ્રથમ ચાલો મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિશે વાત કરીએ, જેણે તેના રિટેન અને રીલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરી છે. તેઓએ બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, અંબાતી રાયડુ, સિસાંડા મગાલા, કાયલ જેમ્સન, ભગત વર્મા, સેનાપતિ અને આકાશ સિંહને મુક્ત કર્યા છે. એટલે કે આગામી સિઝનમાં ધોની રમતા જોવા મળશે.

રિષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે

દિલ્હી કેપિટલ્સ (DC)નો સ્ટાર ખેલાડી રિષભ પંત ગયા વર્ષે કાર અકસ્માત બાદ આરામ કરી રહ્યો છે. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે આગામી સિઝનમાં રમતા જોવા મળી શકે છે. દિલ્હીની ટીમે પંતને જાળવી રાખ્યો છે. દિલ્હી કેપિટલ્સે 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. આ ખેલાડીઓ છે રિલે રોશૉ, ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન અને પ્રિયમ ગર્ગ.

ગુજરાતે કેપ્ટન પંડ્યાને જાળવી રાખ્યો 

ગુજરાત ટાઇટન્સ (GT) એ કેપ્ટન હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો છે. મતલબ કે તે આગામી સિઝનમાં આ ટીમ સાથે રમતા જોવા મળશે. ગુજરાતે તેના 8 ખેલાડીઓને બહાર કર્યા છે. આ ખેલાડીઓ છે યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન સનાકા.

MS Dhoni vs Hardik Pandya કોને મળશે ફાઇનલની ટિકિટ! ગુરુ અને ચેલા વચ્ચેની  જંગમાં જામશે રસાકસી, હાર્દિક પંડ્યાનું કેમ વધ્યું ટેન્શન? | hardik pandya  on encounter with ...

મુંબઈએ આર્ચર-જોર્ડનને રિલીઝ કર્યા

મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પણ 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેમાં અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શૌકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જ્યે રિચર્ડસન, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન અને સંદીપ વોરિયરનો સમાવેશ થાય છે.

મુંબઈ ઇન્ડિયન્સનાં નવા હેડ કોચ બન્યા સાઉથ આફ્રીકાનાં દિગ્ગજ ખેલાડી, વર્લ્ડ  કપ બાદ છોડશે આફ્રિકન ટીમનો સાથ | mark boucher has become the new head coach  of mumbai indians

લખનૌએ 8 અને હૈદરાબાદે 6 ખેલાડીઓને મુક્ત કર્યા

KL રાહુલની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વોહરા, સ્વપ્નિલ સિંહ, કરણ શર્મા, અર્પિત ગુલેરિયા, સૂર્યાંશ સેડગે અને કરુણ નાયરનો સમાવેશ થાય છે.

આ સિવાય એડન માર્કરામની કપ્તાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમે 6 ખેલાડીઓને ઉતાર્યા છે. આ ખેલાડીઓ છે હેરી બ્રુક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરંત શર્મા, અકીલ હુસૈન અને આદિલ રાશિદ.

પંજાબે 5 અને રાજસ્થાને 9 ખેલાડીઓને મુક્ત કર્યા

શિખર ધવનની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સ (PBKS) એ પણ પોતાના 5 ખેલાડીઓને બહાર કર્યા છે. આ ખેલાડીઓ છે ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ધંડા, રાજ અંગદ બાવા અને શાહરૂખ ખાન. પંજાબની ટીમે આ તમામને ટીમમાંથી બહાર કરી દીધા છે.

Topic | VTV Gujarati

બીજી તરફ રાજસ્થાન રોયલ્સે પણ પોતાના 9 ખેલાડીઓને બહાર કર્યા છે. આ ખેલાડીઓ છે જો રૂટ, અબ્દુલ બાસિત, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેદ મેકકોય, મુરુગન અશ્વિન, કેસી કરિઅપ્પા અને કેએમ આસિફ. તેમાંથી રૂટ, હોલ્ડર અને મેકકોય વિદેશી ખેલાડીઓ છે.

KKRએ ટીમમાંથી 12 ખેલાડીઓને બહાર કર્યા

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ અત્યાર સુધીમાં સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં વિદેશી ખેલાડીઓ શાકિબ અલ હસન, લિટન દાસ, ડેવિડ વેઈસ, જોન્સન ચાર્લ્સ, લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉથીનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય ખેલાડીઓમાં આર્ય દેસાઈ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે.

વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારી, બેંગ્લોરે ગુજરાતને આપ્યો 198 રનનો ટાર્ગેટ  / IPL 2023, RCB vs GT Live Score: Virat Kohli hits second consecutive  century, RCB gives Gujarat this big target

કોહલીની આરસીબી ટીમે 11 ખેલાડીઓને બહાર કર્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 11 ખેલાડીઓને બાકાત રાખ્યા છે. જેમાં વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, ફિન એલન, મિશેલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવનો સમાવેશ થાય છે.

રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે

ચેન્નાઈ ટીમઃ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, રવીન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજવર્ધન હેંગેકર, દીપક ચહર, મહિષ તિક્ષિના ચૌધરી, પ્રશાંત સૈલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે અને મતિષા પથિરાના.

કોલકાતા ટીમઃ 

નીતીશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, શ્રેયસ ઐયર, જેસન રોય, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

પંજાબ ટીમઃ 

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, હરપ્રીત ભાટિયા, અથર્વ તાઈડે, ઋષિ ધવન, સેમ કુરાન, સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, ગુરનૂર સિંહ બ્રાર, શિવમ સિંહ, રાહુલ ચહર, અર્શદીપ સિંઘ, હરપ્રીત બ્રાર, વિદાવથ કાવેરપ્પા, કાગીસો રબાડા અને નાથન એલિસ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ