બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 kkr Rinku Singh will give free cricket training to poor children

IPL 2023 / ગરીબ અને લાચારના સપના પૂરા કરશે Rinku Singh, લાખો રૂપિયાનો ખર્ચ કરીને કરી રહ્યો છે આ કામ, લોકોએ કરી પ્રશંસા

Arohi

Last Updated: 08:41 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: કોલકતા નાઈટ રાઈડર્સના મુકાબલે રિંકૂ સિંહે આઈપીએલની આ સીઝનમાં ગુજરાતના વિરૂદ્ધ જે ઈનિંગ રમી છે તે ગજબની હતી.

  • KKRના પ્લેયર રિંકૂ સિંહના ચારે બાજુ ચર્ચા 
  • ગુજરાત સામે રમી હતી શાનદાર ઈનિંગ 
  • હવે લાખો રૂપિયા ખર્ચ કરી કરશે આ કામ 

IPL 2023માં કોલકતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકૂ સિંહે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે અને તેમને હવે કોઈ ઓળખની જરૂર નથી. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા રિંકૂ સિંહના ક્રિકેટર બનવાની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. પરંતુ તે ઈચ્છે છે કે જે રીતે પરિસ્થિતિનો સામનો તેમણે કર્યો છે તે કોઈ બીજુ ન કરે અને તેના માટે તેમણે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rinku 🧿 (@rinkukumar12)

ગુજરાત સામે 5 બોલમાં પાંચ છગ્ગા માર્યા હતા 
ગુજરાત સામે 5 બોલ પર પાંચ છગ્ગા મારી પોતાની ટીમ KKRને જીતાડનાર રિંકૂ સિંહ ઈચ્છે છે કે તે ગરીબ ક્રિકેટકોને તે બધી સુવિધા ઉપલબ્ધ કરાવે જે તેમને નથી મળી રહી. રિંકૂએ પોતાના આ સપનાને સાકાર કરવા માટે એક પગલું ભર્યું છે અને આ દિશામાં કામ પણ કરી રહ્યા છે. 

તે ગરીબ બાળકો માટે 100 બેડની હોસ્ટેલ ઉત્તર પ્રદેશના અલીગઢમાં બનાવી રહ્યા છે જેમાં ક્રિકેટ સીખવાની ઈચ્છા ધરાવનાર ગરીબ બાળક રહેશે અને તેમને રિંકૂ સિંહ પોતે ટ્રેનિંગ આપશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rinku 🧿 (@rinkukumar12)

જલ્દી જ બનાવશે 100 બેડની હોસ્ટેલ 
આ હોસ્ટેલ વિશે રિંકૂ સિંહના મોટાભાઈ મુકુલ સિંહે કહ્યું કે જલ્દી જ 100 બેડની હોસ્ટેલ બનીને તૈયાર થઈ જશે અને અહીં તેમાન વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રિંકૂ સિંહનું લક્ષ્ય છે કે જે બાળક ગરીબીની કારણે પાછળ રહી ગયા છે તેમની આ હોસ્ટેલમાં રહેવાની સુવિધા કરવામાં આવે અને ક્રિકેટનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે. 

રિંકૂ સિંહના કોચે જણાવ્યું કે તે હંમેશા જ ગરીબ પ્રતિભાશાળી ક્રિકેટરો માટે હોસ્ટેલ બનાવવા માંગતા હતા અને હવે તેમના આ સપના પુરા થવા જઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rinku 🧿 (@rinkukumar12)

ખેલાડીઓને મળશે મફત ભોજન અને ટ્રેનિંગ 
કોચે જણાવ્યું કે, રિંકૂએ નવી હોસ્ટેલ બનાવવાની શરૂઆત ત્રણ મહિના પહેલા કરી હતી અને તેમાં કુલ 14 રૂમ હશે અને દરેકમાં 4 ખેલાડીઓ રહેશે. એક પવેલિયન પણ બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં અલગથી ટોયલેટનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ખેલાડીઓને મફતમાં ભોજન અને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

રિંકૂના મોટાભાઈનું કહેવું છે કે તે પોતાના ભાઈનું સપનું જોઈને ખૂબ જ વધારે ખુશ છે. તેમણે કહ્યું કે અમે એક સાથે સિલિન્ડર ડિલિવર કરતા હતા. હું અને મારા પિતા નથી ઈચ્છતા કે રિંકૂ પણ આવું કામ કરે અને અમે ઈચ્છીએ છીએ કે બસ તે ક્રિકેટ પર ફોકસ કરે, પરંતુ હવે તેણે અમને ગરીબીથી બહાર કાઢ્યા છે અને એવામાં અમે નિર્ણય કર્યો છે કે અમે ગરીબ ક્રિકેટરો માટે હોસ્ટેલ બનાવીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ