બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 gujarat titans noor ahmad footsteps of rashid khan

IPL 2023 / પિતાએ કહ્યું બેટા ભણ, દીકરો ક્રિકેટની જીદે ચડ્યો, હવે બન્યો ગુજરાતનો એવો ખેલાડી જેના પર પંડ્યા કરે છે વિશ્વાસ

Arohi

Last Updated: 02:32 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Noor Ahmad: ગુજરાત ટાઈટન્સ ટીમમાં નૂર અહમદના ચર્ચા થઈ રહ્યા છે. માત્ર 18 વર્ષના આ લેગ સ્પિનરે શાનદાર ઈનિંગ રમી.

  • 25 એપ્રિલે હતી ગુજરાત અને મુંબઈની મેચ 
  • 18 વર્ષના નૂર અહમદના ચર્ચા 
  • લેગ સ્પિનરે રમી શાનદાર ઈનિંગ

મંગળવાર 25 એપ્રિલે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે મેચ હતી. ગુજરાતે પહેલા બેટિંગ કરતા 207 રન બનાવ્યા. જવાબમાં મુંબઈની શરૂઆત તો ખરાબ રહી પરંતુ જ્યાં સુધી ક્રીઝ પર કેમરન ગ્રીન અને સૂર્યકુમાર જેવા મોટા પ્લેયર હતા ત્યા સુધી મુંબઈની આશા જીવતી હતી. પરંતુ IPLની સૌથી સફળ ટીમની આ આશાને પુરી કરી નાખી માત્ર 18 વર્ષના લેગ સ્પિનર નૂર અહમદે. 

મુંબઈ ઈન્ડિયન સામે નૂર અહમદનું શાનદાર પ્રદર્શન 
નૂરે કોટેની ચાર ઓવરમાં 37 રન આપ્યા. પરંતુ તેમણે મુંબઈ ઈન્ડિયન્સના ત્રણ ખતરનાક બેટ્સમેનની વિકેટ મેળવી લીધી. સૌથી પહેલા તેમણે ક્રીઝ પર સેટ થઈ ચુકેલા કેમરન ગ્રીનને બોલ્ડ કર્યા. ત્યાં જ તેજ ઓવરમાં તેમણે ટિમ ડેવિડને ખાતુ ખોલ્યા વગર આઉટ કરી દીધા. જ્યારે અમુક સમય બાદ જ તેમણે ખતરનાક દેખાઈ રહેલા સૂર્યકુમાર યાદવને કોટ એન્ડ બોલ્ડ મુંબઈના મિડલ ઓર્ડની કમર તોડી દીધી. હવે આ નૂર અહમદ કોણ છે? આવો તેના વિશે જાણીએ.... 

કોણ છે નૂર અહમદ? 
નૂર અહમદનો જન્મ 3 જાન્યુઆરી 2005એ લકન ગામમાં થયો. જે અફગાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં આવલું છે. નૂરે ફક્ત ચાર વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. કરિયરના શરૂઆતી દિવસોમાં તે પોતાના ભાઈ અઝાઝની સાથે ક્રિકેટ રમતા હતા. 

તે સમયે તેમણે ટેપ બોલથી રમવાનું શરૂ કર્યું. નાનપણના દિવસોમાં તેમની બોલિંગને જોઈ તેમના ભાઈ એઝાઝ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે ક્રિકેટમાં કરિયર આગળ વધારવા માટે પ્રેરિત કર્યા. ત્યાં જ નૂરે જ્યારે રાશિદ ખાનને બોલિંગ કરતા જોયો તો તેમને લેગ સ્પિનર બનવાનું વિચારી લીધુ. એવામાં તેમણે લેગ સ્પિન બોલિંગ કરવાનું શરૂ કરી દીધુ. 

સ્કૂલના ટોપર હતો નૂર 
નૂર અભ્યાસમાં ખૂબ જ સારો હતો તે સ્કૂલના ટોપર પણ હતા. એવામાં તેમના પાપા મોહમ્મદ આમિરે તેમને ક્રિકેટની જગ્યા પર આભ્યાસ પર ધ્યાન આપવા માટે કહ્યું. જોકે તે સમયે અઝાઝે નૂરનો ખૂબ સપોર્ટ કર્યો અને તેમણે પોતાના પિતાને આ વાત માટે મનાવ્યા કે તે નૂરને પોતાનું પેશન ફોલો કરવા દે અને તેમને ક્રિકેટમાં જ કરિયર બનાવવા દે. કારણ કે તેમના અંદર ખૂબ ટેલેન્ટ છે અને તે દેશ માટે રમી શકે છે. જેના બાદ નૂરના પિતા રાજી થયા. 

નૂરનું ક્રિકેટ કરિયર 
નૂરે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેના નામે ચાર ફર્સ્ટ ક્લાસ મેચમાં 21, 9 લિસ્ટ મેચમાં 16 અને 53 T20 મેચમાં કુલ 52 વિકેટ નોંધાયેલી છે. જ્યાર બાદ તેમણે નેશનલ ટીમમાંથી આમંત્રણ આવ્યું. નૂરે 14 જૂન 2022એ ઝિમ્બામ્બે વિરૂદ્ધ T20I મેચ દ્વારા પોતાના ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું.  

આ મેચમાં જ તેમણે ફક્ત10 રન કરીને ચાર વિકેટ મેળવી હતી. જેની બાદ તેમને વન ડે ટીમમાં પણ શામેલ કરવામાં આવ્યા હતા. આ મેચમાં જ તેમણે ફક્ત 10 રન આપીને ચાર વિકેટ મેળવી હતી. જેના બાદ તેમને વન ડે ટીમમાં શામેલ કરવામાં આવ્યા. તેમણે 30 નવેમ્બર 2022એ શ્રીલંકાના વિરૂદ્ધ પોતાનું ડેબ્યૂ કર્યું. નૂરે અત્યાર સુધી અફગાનિસ્તાન માટે એક T20I અને એક વન ડે મેચ રમી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ