ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2022: Rajasthan Royals beat Sunrisers Hyderabad by 61 runs

SRH Vs RR / IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદનું ફીંડલું વળ્યું, રાજસ્થાન રોયલ્સે 61 રનથી હરાવ્યું, હેટમાયર અને ચહલે તરખાટ મચાવ્યો

Published By: Vishnu

Last Updated: 12:08 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સના 210 રનના ટાર્ગેટ સામે માત્ર 149 રનમાં જ સમેટાઇ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ

ADVERTISEMENT

  • IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદની કરારી હાર
  • રાજસ્થાન રોયલ્સે 61 રનથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆતની પ્રથમ મેચમાં જ કરારી હાર મળી છે.મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 210 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ હૈદરાબાદની ટીમ તેનો પીછો કરવામાં પણ અસફળ રહી હતી અને માત્ર 149 રનમાં જ હથિયાર નીચે મૂકી દીધા હતા.  રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવીને મોટી જીત સાથે પોતાના આઈપીએલની આ સીઝનમાં ધમાકેદાર શરૂઆત કરી છે.

IPL ઈતિહાસના પાવરપ્લેમાં સૌથી ઓછા રન આજે  સનરાઇઝર્સ હૈદરાબાદે બનાવ્યા
આ જંગી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 149 રન જ બનાવી શકી હતી. આ મેચમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં ટીમે તેની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હૈદરાબાદે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે, 14માં 3 વીકેટ હવે IPL ઈતિહાસના પાવરપ્લેમાં બનેલો સૌથી ઓછો સ્કોર છે.  

એડન માર્કરામે સનરાઈઝર્સ હૈદરાબાદની લાજ રાખી
સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી એડન માર્કરામે અંતમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 41 બોલમાં 57 રનની ઇનિંગ રમી જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી.  તેના સિવાય વોશિંગ્ટન સુંદરે પણ શાનદાર ઇનિંગ રમી હતી. માત્ર 14 બોલમાં 40 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદરે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

રાજસ્થાન રોયલ્સની ટીમે જંગી સ્કોર ઊભો કર્યો
જો રાજસ્થાન રોયલ્સ પર નજર કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ટીમે 210 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોસ બટલરે 35, યશસ્વી જયસ્વાલે 20 રન બનાવ્યા હતા. બાદમાં કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. દેવદત્ત પડિકલે પણ 29 બોલમાં 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે, રાજસ્થાન તરફથી શિમરોન હેટમાયરે માત્ર 13 બોલમાં 32 રન બનાવ્યા હતા. જે બાદ ટીમનો સ્કોર 20 ઓવરમાં 210 રન સુધી પહોંચી ગયો હતો. 

બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલે તરખાટ મચાવ્યો
રાજસ્થાન રોયલ્સની બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલે તહલકો મચાવ્યો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 22 રન આપ્યા અને 3 વિકેટ લીધી.  રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલની આ પ્રથમ મેચ હતી. બીજી તરફ રવિચંદ્રન અશ્વિનને ચાર ઓવરમાં 21 રન આપ્યા હતા પણ વિકેટ મળી ન હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 Rajasthan Royals SRH Vs RR Sunrisers Hyderabad beat આઈપીએલ 2022 જીત રાજસ્થાન રોયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ હાર IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ