બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / inzamam ul haq resign due to interest of conflict in pakistan cricket board

ક્રિકેટ / કેપ્ટન બાબરની પ્રાઇવેટ ચેટ લીક, ચીફ સિલેક્ટરનું રાજીનામું અને કમિશન... પાકિસ્તાન ક્રિકેટમાં કેમ મચ્યો હડકંપ

Arohi

Last Updated: 12:40 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Team Babar Azam: પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના પીસીબી ચીફ સિલેક્ટર પદથી રાજીનામુ આપ્યા બાદથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો મચી ગયો છે. તેમના પર ગંભીર આરોપ લાગ્યા છે.

  • કમીશનખોરીને લઈને ચર્ચામાં પાકિસ્તાની ટીમ 
  • ઈંઝમામ ઉલ હક પર લાગ્યા ગંભીર આરોપ
  • શું બાબર-રિઝવાન પણ ફસાશે? 

વર્લ્ડ કપ 2023ની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબર આઝમની કેપ્ટન્સી વાળી પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપમાં અત્યાર સુધી પોતાની 7માંથી 3 મેચ જીતી લીધી છે. પરંતુ હજુ પણ ટીમ પર સેમીફાઈનલથી બહાર થવાની તલવાક લટકી રહી છે. પાકિસ્તાને શરઆતની બે મેચો જીતી. પરંતુ ત્રીજી મેચમાં ભારતથી હાર મળી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો
પોલ ખુલવાની આખી સ્ટોરી અહીંથી જ શરૂ થાય છે. ભારત બાદ પાકિસ્તાન ટીમ સતત 3 મેચ હારી. આ રીતે સતત 4 હાર બાદ પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત નોંધાવી. પરંતુ સતત હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમના ફેન્સ ખૂબ જ નારાજ છે. 

પીસીબીએ જુની ફાઈલો ખોલતા ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકના સામે તપાસ બેસાડી દીધી. જેના બાદ ઈંઝમામે પણ પોતાના પદથી રાજીનામુ આપી દીધી. હવે આ સંપૂર્ણ મામલાની તપાસ કેપ્ટન બાબર આઝામ અને મોહમ્મદ રિઝવાન સુધી પહોંચી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંઝમામ પર આરોપ છે કે તે પીસીબી ચીફ સિલેક્ટરના પદ પર રહ્યા તે સમયે એક પ્લેયર્સ મેનેજમેન્ટ કંપની સાયા કોર્પોરેશનમાં પણ તેમને લગભગ 25 ટકા શેર રહ્યા છે. એવામાં આરોપ છે કે તે સિલેક્શન વખતે આ કંરનીના ખેલાડીઓ પર વધારે મહેરબાન રહેતા હતા. 

વર્લ્ડ કપ બાદ બાબર-રિઝવાનની પણ થઈ શકે છે પુછપરછ 
પાકિસ્તાની ચેનલની રિપોર્ટ અનુસાર આ સાયા કંપનીમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની પણ ભાગીદારી રહી છે. આ કંપની પાકિસ્તાની ટીમમાં રમવાના બદલામાં ખેલાડીઓ પાસેથી 30 ટકા કમીશન લે છે. તેમાં ઈઝમામ, બાબર અને રિઝવાન પણ ભાગીદાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ