બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Investment Tips for get massive return on mutual fund in long term

તમારા કામનું / 'મ્યુચ્યુઅલ ફંડ'માં થવું છે એક્સપર્ટ? તો આજથી જ ફૉલો કરો આ 3 ટિપ્સ, ક્યારેય નહીં ડૂબે તમારા રૂપિયા

Arohi

Last Updated: 12:00 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment Tips: મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાંતો માને છે કે 3 સિદ્ધાંતોનું પાલન કરીને કોઈ પણ રોકાણકારો લાંબા સમયમાં જબરદસ્ત રિટર્ન પ્રાપ્ત કરી શકે છે.

  • 'મ્યુચ્યુઅલ ફંડ'માં થવું છે એક્સપર્ટ? 
  • આજથી જ ફૉલો કરો આ 3 ટિપ્સ
  • ક્યારેય નહીં ડૂબે તમારા રૂપિયા 

મોટાભાગના રોકાણકારો કોઈ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી તેના છેલ્લા પ્રદર્શનના આધાર પર કે ફંડ મેનેજર અથવા ફંડ હાઉસનું નામ જોઈને કરે છે. પરંતુ તમે લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ વિશે વિચારી રહ્યા છો તો 3 એવા ફેક્ટર્સ પર ધ્યાન આપવું જોઈએ જે તમારા પૈસાને કોઈ પણ પ્રકારે ડૂબવા ન દે. જો આ વાતોને ધ્યાનમાં રાખશો તો તમે મ્યુચ્યુઅલ ફંડના એક્સપર્ટ્સ બનવાની સાથે તમારા દરેક રોકાણ પર પૈસા કમાવવાનું શરૂ કરી દેશો. 

રોકાણની યોગ્ય પ્રોસેસ 
લાંબા સમયમાં સફળતા મેળવવા માટે એક મજબૂત પ્રક્રિયાને અપનાવવી કોઈ પણ રોકાણકારો માટે સૌથી પહેલા જરૂરી છે. પ્રોસેસ યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તમારા પૈસા ડૂબવાની આશંકા બિલકુલ શૂન્ય થઈ જશે. સારા રોકાણકાર પણ ઘણી વખતે ભૂલ કરી બેસે છે. 

રિસ્ક મેનેજમેન્ટથી યોગ્ય રિટર્ન 
કોઈ રોકાણને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે સારી રીતે રિસ્કનું મેનેજમેન્ટ કરવામાં આવે. વધારે રિસ્ક સંભવિત રીતે વધારે રિર્ટન સાથે જોડાયેલું હોય છે અને ઓછા જોખમ વાળા ઓછા રિટર્ન સાથે. તેના માટે રિસ્ક મેનેજમેન્ટ સારા રોકાણ માટે મહત્વપૂર્ણ પેરામીટર બની જાય છે. 

બજારમાં અસ્થિરતા, ક્રેડિટ રિસ્ક, વ્યાજદરો અને મોંઘવારીથી સંબંધિત જોખમ થઈ શકે છે. નિપ્પોન ફંડ આ બધા જોખમ સિક્યોરિટી લેવલની સાથે સાથે પોર્ટફોલિયો લેવલ પર પણ વધારે સાવધાનીથી હેન્ડલ કરે છે. તેનાથી કોઈ પણ રોકાણકારના ડૂબવાનો ખતરો ઓછો થઈ જાય છે. 

દરેક સમયે બજાર પર નજર અને સતત પ્રયત્ન 
વધારે રિટર્નના પાછળ ભાગવાની જગ્યા પર એક સમજદાર રોકાણકારે સ્થિરતાથી નિયમિત રિટર્ન પ્રાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તેના માટે આ બે કારણો જરૂરી છે. પહેલું સ્થિર અને પ્રક્રિયા-સંચાલિત રીતે રોકાણ કરવું જે લાંબા સમયમાં રોકાણકાર માટે વધારે સારૂ સાબિત થાય છે. નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ પણ આ રીતે કામ કરે છે કે કોઈ સ્ટોક કેટલું પણ સારૂ પ્રદર્શન કરે તેનાથી ફરક પડવાની જગ્યા પર તેના ઓવરવેટ થવા પર વધારે ધ્યાન આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ