ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / invest in these post office like ssyy ppf nsc your money will be double

તમારા કામનું / Post Office Schemes: માલામાલ સ્કીમનો આજે જ ઉઠાવો લાભ,પૈસા થઈ જશે સીધા ડબલ, જાણી લો ડિટેઈલ્સ

Published By: Kavan

Last Updated: 04:56 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ એ સલામત અને સુરક્ષિત (Top Investment Plan) રોકાણ છે.

ADVERTISEMENT

  • પોસ્ટ ઓફિસની સ્કીમમાં કરો રોકાણ
  • મળશે ડબલ નફો અને મોટો ફાયદો
  • નવા વર્ષે વધુ વળતર મેળવવા માટે બેસ્ટ છે આ સ્કીમ

પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ તમને વધુ સારું વળતર પણ આપે છે. સપ્ટેમ્બરના ક્વાર્ટર માટે કેન્દ્ર સરકારે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં, પોસ્ટ ઓફિસની આ યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ રોકાણ હશે. તેઓ તમને ઓછા સમયમાં બમણો નફો આપશે, ચાલો જાણીએ તેમના વિશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana)

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે. જેના વ્યાજનો દર 7.9 ટકા છે.

2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ થઈ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે મોદી સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી.

ઓછા રૂપિયાથી શરૂ કરી શકાશે આરડી સ્કીમમાં રોકાણ

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કીમની મદદથી તમે ઓછા રૂપિયાની મદદથી રોકાણની શરૂઆત કરી શકો છો. આ સિવાય આ સ્કીમમાં તમે રૂપિયાને પણ સુરક્ષિત રાખી શકો છો. તેમાં તમે 100 રૂપિયા મહિનાથી રોકાણ કરી શકો છો. રોકાણની મહત્તમ રાશિની કોઈ સીમા નથી. તમે ઈચ્છો તેટલા રૂપિયા લગાવી શકો છો. પોસ્ટ ઓફિસ આરડી ડીપોઝિટ એકાઉન્ટ સારા વ્યાજની સાથે સારા હપ્તા જમા કરવાની સરકારની ગેરેંટેડ યોજના છે. જેમાં 5.8 ટકા વ્યાજ મળવાપાત્ર છે. રોકાણ કરવાથી ડબલ રિટર્ન મળે છે.

PPF યોજના

PPF એક લોન્ગટર્મ ઇનવેસ્ટમેન્ટ ઓપ્શન છે. જેમાં તમને ફંડ બનાવવાની તક મળે છે. આ સ્કીમમાં ઇન્ટરેસ્ટ રેટ 7.1 ટકા છે. 10 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. 

PPF પર મળી રહ્યું છે 7.1% વ્યાજ 

  • પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં ખાતું ફક્ત 500 રૂપિયાથી પણ ખોલી શકાય છે પરંતુ પછીથી દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ એકાઉન્ટમાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે. 
  • આ સ્કીમ 15 વર્ષ માટે છે જેને વચ્ચેથી ન ઉપાડી શકાય. પરંતુ તેને 15 વર્ષ બાદ 5-5 વર્ષ માટે વધારી શકાય છે. 
  • તેને 15 વર્ષ પહેલા બંધ નહી કરી શકાય પરંતુ 3 વર્ષ બાદથી આ એકાઉન્ટના બદલામાં લોન લઈ શકાય છે. 
  • વ્યાજદરની સમિક્ષા દર ત્રણ મહિનામાં સરકાર કરે છે. આ વ્યાજદર ઓછા અથવા વધારે થઈ શકે છે. હાલ આ એકાઉન્ટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે. 
  • આ યોજનામાં રોકાણ દ્વારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સની છૂટનો લાભ મળી શકે છે. 
  • PPF ઈનકમ ટેક્સની EEE કેટેગરી હેઠળ આવે છે. તેનો મતલબ એ છે કે રિટર્ન, મેચ્યોરીટી રકમ અને વ્યાજથી ઈનકમ પર આવકવેરો છૂટ મળી મળે છે. 

સેવિંગ બેન્ક અકાઉન્ટ 

પોસ્ટ ઓફીસ ડિપાર્ટમેન્ટમાં સેવિંગ અકાઉન્ટમાં તમને વાર્ષિક 4 % વ્યાજ મળે છે. સાથે ત સ્કીમમાં ઇનવેસ્ટ કરવા પર 18 વર્ષમાં પૈસા ડબલ થઇ જાય છે. વૃદ્ધાવસ્થા માટે આ શ્રેષ્ઠ ઇનવેસ્ટમેન્ટ છે. 

મંથલી ઇન્કમ સ્કીમ

પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ ઇન્વેસ્ટર્સને દરેક મહીને સારી એવી રકમ આપે છે. આ અકાઉન્ટમાં એક સાથે પૈસા જમા કરવાના હોય છે. MISમાં ઇનવેસ્ટ કરવા પર 6.6% વ્યાજ મળે છે. આ યોજના હેઠળ 10 વર્ષમાં પૈસા ડબલ થાય છે. 

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ્સમાં તમારે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) થી વધારે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પણ સામેલ છે. તેમાં તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ બચાવી શકો છો. દેશની સૌથી મોટી બેન્ક SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુમાં વધુ 5.4% વ્યાજ આપી રહી છે. આજે અમે તમને આ બન્ને સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં તમને FDથી વધારે વ્યાજ મળશે અને પૈસા પણ સિક્યોર રહેશે. 

NSCમાં મળી રહ્યું છે 6.8% વ્યાજ 

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર 6.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. 
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધાર પર થાય છે. પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂર્ણ થવા પર જ આપવામાં આવી છે. 
  • NSC એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 
  • આ ખાતાને કોઈ સગીરના નામ પર અને 3 વયસ્કોના નામ પર જોઈન્ટ એકાઉન્ટની રીતે પણ ખોલી શકાય છે. 
  • 10 વર્ષથી વધારે ઉંમરના માઈનરના નામથી લાવીઓ પણ  દેખરેખમાં ખાતુ ખોલાવી શકે છે. 
  • તેનો મેચ્યોરીટી પીરિયડ 5 વર્ષનો છે. આ પહેલા તમે સ્કીમથી બહાર નહીં નિકળી શકો. 
  • આ યોજનામાં રોકાણ દ્વારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સની છુટનો લાભ આપવામાં આવી શકે છે. 
  • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ સીમા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Investment and return Post Office post office schemes પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ સ્કિમ માલામાલ સ્કીમ post office

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ