બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક નાની ભૂલથી ઇન્ટરનેટ થઈ શકે ઠપ્પ! ડિજિટલ સિસ્ટમ આટલી નાજુક કેમ?, જાણો કારણ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:40 PM, 29 November 2025
1/7
આપણે દરરોજ જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એ બહારથી ભલે મજબૂત લાગે પણ અંદરથી બહુ નાજુક છે. બસ એક નાની ગરબડ કોઈ બટન ભૂલથી દબાઈ જવું અથવા અપડેટમાં નાનકડી ભૂલ થતાની સાથે જ ગૂગલ મીટ, ચેટજીપીટી, એક્સ (ટ્વિટર) જેવા મોટા બધા પ્લેટફોર્મ થોડા જ મિનિટોમાં બંધ પડી જાય છે. એટલે કે આખી ડિજિટલ દુનિયા એક નાનકડી ભૂલથી હચમચી જાય છે આ એવી જ રીતે જેમ નાના પથ્થરથી પાણીમાં મોટી લહેરો ઊભી થઈ જાય.
2/7
ભલે ઈન્ટરનેટ બહારથી જોતા વિશાળ અને હાઈટેક લાગતું હોય પણ તેની પાછળ જટિલ અને ઘણી વાર ચોંકાવનાર નબળો ઢાંચો છે. ક્યાંક એક સર્વરમાં ગરબડ થઈ જાય તો કોઈ જગ્યા ડીએનએસનો પ્રોબ્લેમ આવી જાય કે કોઈ સોફ્ટવેર અપડેટ ખોટી રીતે લાગૂ થઈ જાય તો આ સમસ્યા ચેન રિએક્શનની જેમ આખી દુનિયામાં ફેલાઈ શકે છે.
3/7
4/7
આ આખા માળખામાં Cloudflareની મહત્વની ભૂમિકા છે. સામાન્ય યુઝરને લાગે છે કે તે કોઈ વેબસાઈટ સુધી સીધા પહોંચી જાય છે જ્યારે હકીકતમાં Cloudflare વચ્ચે એક સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ ગેટકીપરની જેમ કામ કરે છે. જે દુનિયાભરમાં ફેલાયેલા તેમના ડેટા સેન્ટર્સ પર વેબસાઈટની કોપી રાખે છે જેથી યુઝરને તેમના નજીકના સર્વરથી ડેટા મળે અને સ્પીડ વધી શકે. આ ઉપરાંત આ મોટા પાયે થતા DDoS હુમલાથી પણ બચાવી શકે છે. એટલા માટે આને ઈન્ટરનેટનું ટ્રાફિક કંટ્રોલર અને સિક્યોરિટી ગાર્ડ બન્ને કહેવામાં આવે છે.
5/7
સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે Cloudflare કોઈ ગરબડનો શિકાર થઈ જાય. ક્યારે કોઈ અપડેટ વખતે ફાઈલ કરપ્ટ થઈ જાય છે ક્યારે Bot management સિસ્ટમમાં કોઈ બગ એક્ટિવ થઈ જાય કે પછી કોઈ એક સર્વર પર વધારે લોડ પડી જાય છે. એવામાં સર્વર પોતાને સંભાળી શકતુ નથી અને આઉટેજ શરૂ થઈ જાય છે. આ સાયબર હુમલો નથી પણ ટેકનિકલ માળખામાં જ કમજોરી છે જેને લોકો ઘણી વાર ખોટું સમજી લે છે.
6/7
સૌથી મોટી ચંતા છે કે ઈન્ટરનેટનું કરોડરજ્જુ અમુક કંપનીઓના હાથમાં છે.જેવી કે AWS, Google Cloud, Azure અને Cloudflare. આને સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર કહેવામાં આવે છે. જેમાંથી કોઈ એક પણ બંધ થઈ જાય તો તેની અસર આખા વિશ્વમાં થાય છે. ભારત માટે પણ આ જોખમી છે કારણ કે હવે પેમેન્ટ, ઈકોમર્સ, સ્ટ્રોક ટ્રેડિંગ, બેકિંગ અને સરકારી સેવાઓ પુરી રીતે ક્લાઉડ આધારિત છે.
7/7
કંપનીઓએ સ્પીડ પર જ નિર્ભર ન રહેવું જોઈએ પણ મજબૂત બેકઅપની પણ વ્યવસ્થા કરવી જોઈએ.Multi-CDN અને Multi-Cloud સ્ટ્રેટજીથી ટ્રાફિકને યોગ્ય સમયે બીજા રસ્તે મોકલી શકાય છે જેથી ક્લાઉડફેર જેવા કોઈ એક પ્લેટફોર્મ ડાઉન થાય તો આખી સિસ્ટમ ઠપ ન થઈ જાય. ડિઝીટલ યુગમાં આ જ એક રસ્તો છે જેનાથી ભવિષ્યના આઉટેજના ઝાટકાથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ