બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / "Insulted? Join Us": Uddhav Thackeray To Union Minister Nitin Gadkari

લોકસભા ચૂંટણી / દિગ્ગજ નેતા ભાજપ છોડવાની તૈયારીમાં? ઉદ્ધવ ઠાકરેએ ફરી ફેંક્યાં દાણા, 'આવી જાવ મંત્રી બનાવીશું'

Hiralal

Last Updated: 05:39 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને ફરી મહા વિકાસ અઘાડી સરકારમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.

ભાજપની લોકસભાની પહેલી યાદીમાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ ન હોવાનું હવે રાજનીતિના કેન્દ્રમાં આવ્યું છે. શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરે હવે નીતિન ગડકરી સામે દાણા ફેંકવા લાગ્યાં છે અને તેમને ભડકાવી રહ્યાં છે કે ભાજપે તમને કેમ ટિકિટ નથી આપી? બે દિવસ પહેલા પણ ઉદ્ધવ ઠાકરએ નીતિન ગડકરીને એમવીએ ગઠબંધનમાં જોડાવાની ઓફર કરી હતી આ ઘટનાના બે દિવસ આજે યવતમાલમાં ફરી એક વાર ઠાકરેએ નીતિન ગડકરી સામે દાણા ફેંકતા કહ્યું કે, ભાજપમાં તમારુ બહું અપમાન થયું, હવે ભાજપમાંથી નીકળીને અમારી સાથે જોડાઈ જાવ. અમે લોકસભાની ચૂંટણીમાં તમારી જીત નક્કી કરીશું. 

અમારી સાથે જોડાવ, મંત્રી બનાવીશું-ઠાકરે 
મંગળવારે પૂર્વી મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના પુસદ ખાતે એક રેલીમાં બોલતા ઠાકરેએ કહ્યું કે (કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા) કૃપાશંકર સિંહ જેવા લોકો, જેમને ભાજપે એક સમયે (કથિત ભ્રષ્ટાચારને લઈને) નિશાન બનાવ્યાં હતા, તેમને ભાજપે પહેલી યાદીમાં ટિકિટ આપી છે પરંતુ ગડકરીનું નામ નથી. મેં બે દિવસ પહેલા ગડકરીને આ કહ્યું હતું, અને હું તેને ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું. જો તમારું અપમાન કરવામાં આવી રહ્યું હોય, તો ભાજપ છોડીને મહા વિકાસ અઘાડી (MVA)માં જોડાઓ. અમે તમારી જીત સુનિશ્ચિત કરીશું. અમે તમને મંત્રી બનાવીશું જ્યારે અમારા સરકાર સત્તામાં આવે છે, અને તે સત્તાઓ સાથેનું પદ હશે. 

પહેલી યાદીમાં ગડકરીનું નામ નથી
ભાજપની પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ નથી. હાલમાં તેઓ નાગપુરથી સાંસદ છે. પહેલી યાદીમાં નામની ગેરહાજરી બાદ રાજનીતિમાં ચર્ચા ઉપડી હતી કે નીતિન ગડકરીને પણ ફરજિયાત વિદાય આપવામાં આવી શકે છે જોકે બીજી યાદીમાં ગડકરીનું નામ હોઈ શકે છે. હાલમાં તો ગડકરીને લઈને જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. 

ફડણવીસે ઠાકરેનું નિવેદન હસી કાઢ્યું હતું
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન હસી કાઢ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે તો એવી વાત થઈ કે રસ્તા પરનો કોઈ માણસને કહેવામાં આવે કે ચાલ તને અમેરિકાનો પ્રેસિડન્ટ બનાવી દઉં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ