ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / initiative-for-unity-muslim-woman-writing-in-urdu-ramayana-excellent-example-of-hindu-muslim-unity

NULL / મુસ્લિમ મહિલાએ ઉર્દુમાં લખી રામાયણ હિન્દૂ-મુસ્લિમની એકતાનું ઉત્તમ ઉદાહરણ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કાનપુરની એક મહિલાએ સામાજિક  એકતા માટે અનોખી પહેલ કરી છે તેણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂમાં અનુવાદ કર્યું છે. જેનો ઉદ્દેશ ભાષાના બંધન તોડીને વધુ લોકો સુધી રામાયણનું જ્ઞાન પહોંચાડવાનો છે. એટલે કે રામાયણનું ભાષાંતર બે સમાજ વચ્ચેનું અંતર ઘટાડશે. 

શબ્દો ભાષા અને સાહિત્યના સહારે સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ આ મહિલાએ કર્યો છે. કાનપુરની આ મહિલાનું નામ છે માહે તિલત સિદ્દીકી. હિન્દી સંસ્કૃત અને ઉર્દૂ ભાષા પર તેમની સારી પકડ છે.

એટલે શબ્દોના માધ્યમથી લોકો એકબીજાની ધાર્મિક નીતિ સમજે તે માટે એક સરાહનિય પહેલ માહે તિલત સિદ્દીકીએ કરી અને તેમણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂ ભાષામાં અનુવાદ કર્યું. 

માહે તિલત સિદ્દીકી આ પહેલા પણ સાત જેટલા પુસ્તકો લખી ચુક્યા છે. છતાં તેમને રામાયણનું અનુવાદ કરતા દોઢ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. 

આજના સમયમાં ક્યારેક ખોટા રાષ્ટ્રવાદના નામે તો ક્યારેક રાજકીય લાભ ખાતર સમાજમાં વિખવાદ પેદા થતા હોય છે. ત્યારે રામાયણ જેવા ધાર્મિક ગ્રંથનું અન્ય ભાષામાં અનુવાદના કારણે ધાર્મિક સદભાવ વધી શકે તેમ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ