બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં PGમાં યુવતી સાથે દુ*ષ્કર્મ, ધાબા પર એકલતાનો લાભ લઈ સિક્યુરિટી ગાર્ડે કૃત્ય આચર્યું

કાર્યવાહી / અમદાવાદમાં PGમાં યુવતી સાથે દુ*ષ્કર્મ, ધાબા પર એકલતાનો લાભ લઈ સિક્યુરિટી ગાર્ડે કૃત્ય આચર્યું

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 11:59 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી પર કથિત દુષ્કર્મના કેસમાં સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ. CCTVના આધારે પોલીસની તપાસ તેજ.

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં એક PGમાં રહેતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કથિત દુષ્કર્મ આચરવામાં આવતાં ચકચાર મચી છે. ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની વહેલી સવારે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટની રાત્રે યુવતી PGના ધાબા પર ચાલવા માટે ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે વાતચીત કરી હતી અને તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી. યુવતીએ તેનો ઇનકાર કરતાં આરોપીએ કથિત રીતે તેની પાછળ જઈને વાયર વડે તેને બાંધી દીધી હતી.

ધાબા પર યુવતીને બાંધી કથિત દુષ્કર્મ

આરોપીએ ધાબાનો દરવાજો બંધ કરી યુવતીને કાબૂમાં લીધી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, યુવતીની ઇચ્છા વિરુદ્ધ તેની સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બનાવ બાદ આરોપી લિફ્ટ મારફતે નીચે ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઘટના બાદ યુવતીએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. યુવતીને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

CCTVમાં આરોપીની હિલચાલ કેદ

તપાસ દરમિયાન પોલીસને સોસાયટીના CCTV ફૂટેજ મળ્યા છે. જેમાં આરોપી લિફ્ટ મારફતે ધાબા તરફ જતો અને બનાવ બાદ નીચે આવતો હોવાની હિલચાલ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV સહિતના પુરાવાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

માત્ર છ-સાત દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયો હતો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે માત્ર છ-સાત દિવસ પહેલાં જ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ જોડાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, રાત્રિના સમયે યુવતી ધાબા પર ગઈ ત્યારે આરોપી પણ તેની પાછળ ગયો હતો.

પોલીસની 10 ટીમોએ હાથ ધરી તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 10 અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી બાદ આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં સતીષ મરાઠાની હ*ત્યાનો LIVE VIDEO! કાર રોકી તલવાર-ચપ્પા સાથે હુમલો, 9 આરોપી પોલીસની પકડમાં

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન PGના ધાબા પર બનેલી આ ઘટનાએ સોસાયટી અને PGમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

security guard arrested Ahmedabad Ahmedabad crime news Anandnagar assault case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ