બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / indonesia earthquake magnitude 6 point 0 occurred national center for seismology

ધરતીકંપ / ઇન્ડોનેશિયામાં 6.0ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

Dhruv

Last Updated: 08:26 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા આવતા ધરતી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા માપવામાં આવી છે.

  • ઈન્ડોનેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા
  •  રિક્ટર સ્કેલ પર નોંધાઇ ભૂકંપની 6.0ની તીવ્રતા
  • હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ નથી

ઈન્ડોનેશિયામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલાં જોરદાર હતા કે એવું કહેવાઇ રહ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની 6.0 ની તીવ્રતા નોંધાઇ હતી. એવું કહેવાઇ રહ્યું છે કે, ભૂકંપના આંચકા સવારના 6.53 કલાકે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

ભૂકંપ દરમ્યાન લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ નથી

એજન્સીના જણાવ્યાં અનુસાર, ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના નુકસાન અંગેની હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી. જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, પરંતુ ધરતી ધ્રુજતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગભરાયેલા લોકો તેમના સગા-સંબંધીઓની સારસંભાળ લેતા જોવા મળ્યા હતા.

ગયા મહિને તાઈવાનની રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ સાથે ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજધાની તાઈપેમાં દક્ષિણમાં અંદાજે 182 કિલોમીટર ધરતી ધ્રુજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.

બીજી બાજુ જાપાનની રાજધાની ટોકિયો નજીક આવેલા ભૂકંપથી પણ ઘણી તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે બે લોકોના મોત થયા હતાં જ્યારે 88 લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ત્યાં એક બુલેટ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
  • સિસ્મોલોજી વિભાગની સાંત્વના

ભૂકંપ કેમ આવે છે ?

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ