બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / indigo co founder rakesh gangwal gifted 100cr to iit kanpur

કહેવું પડે / જ્યાં ભણીને આગળ આવ્યો ત્યાં જ આપ્યું રૂ. 100 કરોડનું દાન, જાણો કોણ છે આ દાતાર સ્ટુડન્ટ

Dhruv

Last Updated: 02:45 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IIT કાનપુરને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે કે ઈન્ડિગો એરલાઈનના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલ દ્વારા રૂપિયા 100 કરોડનું દાન આપવામાં આવ્યું.

  • IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉદારતા
  • ઈન્ડિગોના કો-ફાઉન્ડરે કર્યું રૂ. 100 કરોડનું દાન
  • અબજોપતિ બિઝનેસમેન રાકેશ ગંગવાલે IITને આપ્યા 100 કરોડ

ઈન્ડિગોના કો-ફાઉન્ડરે આપ્યા રૂપિયા 100 કરોડ

એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક સંસ્થાને એટલી મોટી રકમ દાનમાં આપી છે કે જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિ ચોંકી જશે. આ રકમ એક-બે કરોડ નહીં પરંતુ 100 કરોડ રૂપિયા છે 
ઈન્ડિગો એરલાઈનના કો-ફાઉન્ડર અને અબજોપતિ બિઝનેસમેન રાકેશ ગંગવાલ (Rakesh Gangwal) એ આ રકમ IIT-કાનપુરને આપી છે. આ પૈસાનો ઉપયોગ કેમ્પસમાં 500 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે પણ કરવામાં આવશે.

સંસ્થાના ઈતિહાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી આ સૌથી મોટી નાણાકીય સહાય છે. આ પૈસા સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિકાસમાં મદદ કરવા માટે આપવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 600 કરોડનો ખર્ચ કરાશે. જેમાંથી અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયા એકત્ર કરાયા છે. IIT નાં ડાયરેક્ટર પ્રો. અભય કરંદીકરે જણાવ્યું હતું કે, રાકેશ ગંગવાલ તરફથી નાણાકીય મદદ એમઓયુ સંસ્થામાં સ્થપાઈ રહેલી મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની શાળાને વધુ સુધારવામાં મદદ કરશે તેમજ સંશોધન કાર્યને વધારે પ્રોત્સાહન આપશે. તમને જણાવી દઈએ કે, સોમવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં IIT-કાનપુર અને રાકેશ ગંગવાલ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

IIT માંથી કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ

રાકેશ ગંગવાલ કોલકાતાના રહેવાસી છે અને તેઓએ 1975માં IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ 1980માં એરલાઇન ઉદ્યોગમાં જોડાયા અને પછીથી તેઓ ઇન્ડિગોના સહ-સ્થાપક બન્યાં. તમને જણાવી દઈએ કે, આ પહેલાં ફ્લિપકાર્ટના બિન્ની બંસલ પણ IIT-દિલ્હીને 100 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ