બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આજે લોન્ચ થયો ભારતનો સૌથી દમદાર કેમેરા ફોન! Samsung-iPhone ને આપશે ટક્કર
Last Updated: 09:50 PM, 28 February 2026
શનિવારે ભારત અને ગ્લોબલ માર્કેટમાં Xiaomi 17 સીરીઝ લોન્ચ થઈ છે. જેમાં બે Xiaomi 17 અને Xiaomi 17 Ultra મોડેલ સામેલ છે: આ બંને સ્માર્ટફોન Qualcomm ના ટોચના-ઓફ-ધ-લાઇન સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર દ્વારા ચાલે છે. Xiaomi 17 અને 17 Ultra માં Leica-ટ્યુન્ડ કેમેરા સિસ્ટમ્સ છે જેમાં બાદમાં 200-મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો શૂટર પણ આવે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ-બેન્ડ WiFi 7 અને બ્લૂટૂથ 5.4 સપોર્ટ આવે છે.
ADVERTISEMENT
તો Xiaomi 17 Ultra ની 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની ગ્લોબલ
કિંમત EUR 1,499 (આશરે 1,61,264 રૂપિયા છે. તે કાળા, સ્ટારલીટ લીલા અને સફેદ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
લોકો Xiaomi 17 Ultra ફોટોગ્રાફી કિટ અને ફોટોગ્રાફી કિટ પ્રો ખરીદી શકે છે, જેની કિંમત અનુક્રમે EUR 99.99 આશરે 10,757 રૂપિયા અને EUR 199.99 આશરે 21,515 રૂપિયા છે.
ADVERTISEMENT
ફોટોગ્રાફી માટે Xiaomi 17 Ultra માં Leica-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ આવે છે, જેમાં 50-મેગાપિક્સલનો LOFIC Omnivision 1050L પ્રાઈમરી કેમેરા આવે છે. જેમાં 1-ઇંચ સેન્સર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 50-મેગાપિક્સલનો Samsung JN5 અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા અને 200-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આવે છે. તો આગળના ભાગમાં, હેન્ડસેટમાં 50-મેગાપિક્સલનો OV50M સેલ્ફી કેમેરા આવે છે.
કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, USB ટાઇપ-C પોર્ટ, NFC, Wi-Fi 7 અને બ્લૂટૂથ 5.4નો સમાવેશ થાય છે. હેન્ડસેટ ડસ્ટ અને વૉટર રેઝીસ્ટન્ટ માટે IP66 + IP68 + IP69 રેટિંગ સાથે આવે છે. તો સિક્યુરિટી માટે તેમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આવે છે.
ADVERTISEMENT

Xiaomi 17 Ultra 6,000mAh બેટરી દ્વારા ચાલે છે જે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે 22.5W પર રિવર્સ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
ADVERTISEMENT
હેન્ડસેટ Xiaomi 17 Ultra જેવા જ ચિપસેટ અને કનેક્ટિવિટી ઓપ્શન આવે કરે છે. તેમાં 12GB LPDDR5T RAM અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ છે.
ADVERTISEMENT
આ ફોટોગ્રાફી માટે Xiaomi 17 માં Leica-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં f/1.67 અપર્ચર અને 23mm ફોકલ લેન્થ સાથે 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 50-મેગાપિક્સલ (f/2.0) ટેલિફોટો લેન્સ અને 102-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50-મેગાપિક્સલ (f/2.4) અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સરનો સમાવેશ થાય છે. તેના આગળના ભાગમાં f/2.2 અપર્ચર અને 90-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આવે છે. સ્ટાન્ડર્ડ Xiaomi 17 માં 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,330mAh બેટરી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.