બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Indias first self balancing electric scooter liger mobility video

VIDEO / આ છે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર જેને ધક્કો મારશો તો પણ નહીં પડે, અવાજ કરો અને થઇ જશે પાર્ક

Dhruv

Last Updated: 05:40 PM, 20 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ટૂવ્હીલર વાહનોની માંગ તો ધીમે ધીમે હવે વધવા લાગી છે. ત્યારે આવનારા દિવસોમાં બજારમાં એકથી વધીને એક ઉત્તમ ને શાનદાર બાઇકો અને સ્કૂટરો આવતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આવું જ એક શાનદાર સ્કૂટર Liger Mobility નામનાં સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

self balancing electric scooter
સેલ્ફ બેલેંસિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર

આ સ્કૂટર અંદાજે ઇન્ડિયન મોબિલિટીની પરિભાષા જ બદલી નાખશે. આ સ્કૂટરની સૌથી મહત્વની વાત તો એ છે કે આ 'સેલ્ફ બેલેંસિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર' (self balancing electric scooter) છે. એટલે કે ડ્રાઇવ કરતી વેળાએ ચાલકનો પડી જવાનો ખતરો બિલકુલ નહીં થાય. એટલું જ નહીં, પણ જો આપ ખુદ જ તેને ધક્કો મારશો તો પણ તે સ્કૂટર (scooter) નીચે નહીં પડે.

હકીકતમાં, આ સ્કૂટરની શોધ IIT અને ISBનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં જો કે આ સ્કૂટરનાં પ્રોટોટાઇપને જ રજૂ કરવામાં આવેલ છે. હાલમાં આનાં પ્રોડક્શન વર્ઝનને તૈયાર થવામાં સમય લાગશે. આ સ્કૂટર માટે એક વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં આપ ખુદ તે જોઇ શકો છો કે કેવી રીતે આ સ્કૂટર માનવીનાં અવાજને ઓળખે છે અને ખુદને બેલેન્સ પણ કરી રાખે છે.

આ વીડિયોમાં આ સ્ટાર્ટઅપનાં કો-ફાઉન્ડર આશુતોષ ઉપાધ્યાયને આપ જોઇ શકો છો કે જે સ્કૂટરને વૉઇસ કમાન્ડ આપે છે અને સ્કૂટર ખુદ જાતે જ પાર્કિંગ સ્લૉટમાંથી બહાર નીકળે છે. હજી સુધી દેશમાં કોઇ પણ સ્કૂટરમાં વૉઇસ કમાન્ડથી સેલ્ફ પાર્કિંગ સિસ્ટમ જોવા નથી મળી. આ જોવાનું કોઇ આશ્ચર્યથી ઓછું નથી કે જ્યારે વગર ચાલકે સ્કૂટર ખુદ પાર્કિંગ સ્લૉટમાંથી બહાર નીકળ્યાં.

self balancing electric scooter
સેલ્ફ બેલેંસિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર

આ સિવાય આ વીડિયોમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે આ સ્કૂટર દરેક વખતે ખુદને બેલેન્સ કરી રાખે છે. આ સ્કૂટરમાં ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આપ વીડિયોમાં જોઇ શકો છો કે એક છોકરી સ્કૂટરને ચલાવે છે અને તે સમયે તેનો પગ ફ્લોરબોર્ડ પર રહે છે. સ્કૂટર રોક્યા બાદ પણ છોકરી પોતાનો પગ નીચેથી નથી ઉતારતી.

સંકળાયેલા મુદ્દાઓ

India Lifstyle Scooter Technology self balancing electric scooter સેલ્ફ બેલેંસિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર સ્કૂટર Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ