બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરમાં સિક્યોરિટી અને ભક્તો વચ્ચે મારામારી, વીડિયો થયો વાયરલ
Last Updated: 10:31 PM, 15 August 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજી મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષ વચ્ચે છુટા હાથની મારામારી અને લાકડીઓ વડે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
બોલાચાલી બાદ ઉગ્ર બની ઝપાઝપી
મળતી માહિતી મુજબ, મંદિર પરિસરમાં કોઈ બાબતે દર્શનાર્થી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિવાદ વકરતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો એકબીજા સાથે ઢીકાપાટુની મારામારી કરતા તેમજ લાકડીઓનો ઉપયોગ કરતા જોવા મળે છે. ઘટનામાં મંદિર સાથે સંકળાયેલા કેટલાક સેવકો પણ મારામારીમાં જોડાયા હોવાની ચર્ચા છે. આ ઝપાઝપીમાં બંને પક્ષના કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર હોવાથી થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
મારામારીનો Video વાયરલ થતા ચામુંડા મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યાં સવાલ#ChamundaTemple #Gujarat #Security #ViralVideo #VTVDigital pic.twitter.com/rgQmrP7rUo
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2026
સિક્યુરિટી ગાર્ડને તમાચો માર્યા બાદ મામલો વકર્યો: પૂજારી
ADVERTISEMENT
મંદિરના પૂજારી મનસુખગીરીના જણાવ્યા અનુસાર, એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ સિક્યુરિટી ગાર્ડને તમાચો માર્યા બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, સમગ્ર ઘટનામાં ખરેખર શું બન્યું અને મારામારીની શરૂઆત કઈ રીતે થઈ તેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ દ્વારા વાયરલ વીડિયોની તપાસ
ADVERTISEMENT
ચોટીલા પોલીસના પી.આઈ. જે. એમ. સોલંકીએ જણાવ્યું છે કે વાયરલ થયેલા વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે હકીકતો સામે આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ શામળાજીથી લઈ ખોડલધામ સુધી, રાજ્યભરના મંદિરોમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, જુઓ Videos
ADVERTISEMENT
તટસ્થ તપાસ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાની માંગ
ચોટીલા ધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે ત્યારે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા મહત્વપૂર્ણ બની રહે છે. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની જવાબદારી અને કાયદેસરની કાર્યવાહી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.