બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણના માધવીપુર ગામના ખેડૂતો પર આભ ફાટ્યું, 1800 વીઘાની મગફળીનો પાક ફેલ થયો
Last Updated: 11:05 PM, 15 August 2026
જસદણના માધવીપુર ગામમા 1800 વિઘાના વાવેતરની મગફળીમા પીળીયો રોગ આવતા મગફળી ફેલ થતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જાતે જ પોતાની વાડીમાં મગફળી ઉપાડવાનું ચાલુ કર્યુ છે. લગભગ 50% જેટલા ખેડૂતોએ મગફળી કાઢી અને બીજુ વાવેતર કરી દીધું અને બીજા ખેડૂતો મગફળી જાતે જ કાઢી રહ્યા છે.
ADVERTISEMENT

1800 વિઘા જેટલું મગફળીનું વાવેતર અંદાજે કરવામાં આવ્યું
ADVERTISEMENT
જસદણના માધવીપુર ગામના ખેડૂતો દ્વારા 1800 વિઘા જેટલું મગફળીનું વાવેતર અંદાજે કરવામાં આવ્યું હતું પણ આ મગફળીમાં પીળીયો રોગ આવી ગયો. પીળિયો રોગ એટલે મગફળી પીળી પડી જાય તેમજ મગફળીનો વિકાસ ન થાય છોડવા ઉપાડો તો એમાં મગફળી હોય એવું દેખાય જ નહીં અમુક ટકા જ મગફળી દેખાયએ પણ નાની નાની ખેડૂતોને ખબર પડી ગઈ કે મગફળી ઉગવાની નથી. તો પછી મગફળી ઉપાડી લઈએ અને તાત્કાલિક બીજું વાવેતર કરી દઈએ લગભગ 50 ટકા જેટલી મગફળી ગામના ખેડૂતોએ પોતાની વાડીમાંથી ઉપાડી લીધેલી અને 50% જેટલા બાકી છે. તે અત્યારે મગફળી ઉપાડવાનું કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT
મગફળીનું વાવેતર ફેલ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા
મગફળીનું વાવેતર ફેલ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભાગમાં વાવવા મગફળી આપી હોય તે ભાગ્યાનુ શુ તેનો પણ ખેડૂત વિચાર કરી રહ્યા છે. મહિલા ખેડૂત ચંપાબેન કામાણી પોતાની વાડીએ મગફળીમાં બેસી અને જાણે કુદરત સાથે વાત કરતા હોય કુદરતને મીઠો ઠપકો આપતા હોય તેઓ વલોપાત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ આ માધવીપુર ગામમા 100 વિધાની મગફળી આ રોગના કારણે ફેલ થઈ હતી. ખેડૂતો વાડીમાં સનેડા થી રાપ મારી મગફળી કાઢવા લાગ્યા છે. અમુક ખેડૂતો જાત મહેનત જિંદાબાદ જાતેજ મગફળી ઉપાડી ટેક્ટરમા ભરી માલ ઢોરને ખવડાવી દીએ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરમાં સિક્યોરિટી અને ભક્તો વચ્ચે મારામારી, વીડિયો થયો વાયરલ
ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા
ADVERTISEMENT
ખેડૂતોની સરકાર પાસે એવી અપેક્ષા છે કે આપના ખેતીવાડી વિભાગના તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ માધવીપુર ગામમાં આવે ખેડૂતની વાડીએ ખેડૂતની મુલાકાત લે મગફળીમાં પીળીયો રોગ આવવા પાછળનું કારણ શું છે તેનું સંશોધન કરે ખેડૂતની વાડીમાં વાવેતરનું સર્વે કરે અને જો યોગ્ય લાગે તો ખેડૂતને સહાય કરે આવી માંગણી સાથે ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે. અત્યારે હાલ તો ખેડૂત પોતાની વાડીમાંથી ફેલ થયેલ મગફળીને ઉપાડી અને બીજું વાવેતર કરી રહ્યા છે. કોઈ ખેડૂતને 20 વિધાની મગફળી ફેલ થઈ છે કોઈ ને 12 વિઘા કોઈને 15 વિઘાની બધા ખેડૂતો મગફળી ઉપાડી અને બીજું વાવેતર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર દ્વારા ક્યારે સર્વ કરવામાં આવશે અને સર્વ કર્યા બાદ શું ખેડૂતોનેને નુકશાનીની ભરપાઈ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.