ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / indian womens hockey team fighting for bronze medal against bretain

Tokyo Olympic 2020 / મહિલા હોકીમાં કાંસ્ય પદકનું સ્વપ્ન રોળાયું: ભારે રસાકસી બાદ ભારતનો બ્રિટન સામે પરાજય

Published By: Vishnu

Last Updated: 10:24 AM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને બ્રિટનની મહિલા ટીમો વચ્ચે આજે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારે રસાકસી થઈ હતી. બ્રિટન સામેની મેચમાં ભારતે જોરદાર લડત આપી હતી પરંતુ ભારતને નિરાશા સાંપડી હતી.

ADVERTISEMENT

ભારતનો બ્રિટન સામેની આખરી મેચમાં ભારે રસાકસી બાદ 4-3 થી પરાજય થયો હતો. ભારતીય ખેલાડીઓએ જોરદાર રમત બતાવી હતી પરંતુ ભારે સંઘર્ષ બાદ આખરે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

ચોથા અને આખરી ક્વાર્ટરમાં બ્રિટને ફટકાર્યો ચોથો ગોલ, મેચમાં ભારે રસાકસી 

ભારત અને બ્રિટન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારે રસાકસી થઈ હતી, ત્રીજા ક્વાર્ટર બાદ બંને ટીમો 3-3 થી બરાબરી પર હતી. આખરી ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરીને મેચ સાથે મેડલ જીતવા જોર લગાવ્યું હતું. આખરી 15 મિનિટની રમતમાં મેડલ મેળવવામાં માટે રસાકસી થઈ હતી. 

 

ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં બ્રિટને વાપસી કરી હતી અને બંને ટીમો 3-3 થી બરાબરી પર રહી હતી 

ભારત મહિલા હોકીની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ માટેની લડતમાં બીજા ક્વાર્ટર બાદ 3-2 થી બરાબરી આગળ રહ્યું હતું. બ્રિટને ગોલની શરૂઆત કરતાં બીજા ક્વાર્ટરની શરૂઆતમાં બઢત મેળવી હતી પરંતુ ત્યાર બાદ ભારતે ત્યાર બાદ જોરદાર વાપસી કરતાં ત્રણ ગોલ ફટકારી દીધા હતાં અને બીજા ક્વાર્ટર બાદ  3-2 થી ભારત આગળ રહ્યું હતું. 

પુરુષોની હોકીમાં ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે ઇતિહાસ રચતાં પુરુષોની ટીમે પણ શાનદાર રમત બતાવી હતી અને ભારતને બ્રોન્ઝ અપાવ્યો હતો. 

અગાઉ સેમી ફાઇનલમાં સાંપડી હતી નિરાશા 

ક્વાટર ફાઇનલમાં જીત બાદ ભારતીય મહિલા હૉકી ટીમે ઇતિહાસ રચી દીધો હતો પરંતુ સેમીફાઇનલમાં ટીમ આર્જેન્ટિના સામે હારી હતી. બુધવારે રમાયેલી આ મૅચમાં ભારતને નિરાશા જ સાંપડી હતી પરંતુ મહિલાઓની રમતને દરેક વ્યક્તિએ બિરદાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Hockey Indian women hockey team Tokyo Olympics 2020 bronze medal womens hocky

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ