બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / હવે UTS નહીં! આ Appથી બુક થશે તમારી રેલવે ટિકિટ, જાણો વિગત
Last Updated: 01:07 PM, 2 March 2026
ઈન્ડિયન રેલવેએ આજે 1 માર્ચ 2026થી તેની જૂની UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) એપ રીતે બંધ કરી દીધી છે. આ એપ 2014માં શરૂ કરવામાં આવી હતી અને લાખો લોકો માટે પ્લેટફોર્મ ટિકિટ, સીઝન ટિકિટ અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાનું સરળ સાધન હતું. હવે મુસાફરોને ટિકિટ બુક કરવા અને અન્ય સેવાઓ માટે નવા RailOne સુપર એપનો ઉપયોગ કરવો પડશે. એટલે કે, વે બધું કામ એક જ નવા એપ પરથી કરવાનું રહેશે.
ADVERTISEMENT
જૂની UTS એપ મુખ્ય રીતે અનરિઝર્વ્ડ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સીઝન પાસ માટે વપરાતી હતી. પરંતુ રિઝર્વ્ડ ટિકિટ માટે અલગ IRCTC એપ અને અનરિઝર્વ્ડ માટે અલગ UTS એપ હોવાથી મુસાફરો ગૂંચવાઈ જતા હતા. તેથી ઈન્ડિયન રેલવેએ નક્કી કર્યું કે બધી સેવાઓ એક જ એપમાં આપવામાં આવે. CRISએ 27 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી હતી.
ADVERTISEMENT
નવું RailOne એપ જુલાઈ 2025માં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોન્ચ કરી હતી. આ એપ Android અને iOS બન્નેમાં ઉપલબ્ધ છે અને તેમાં UTSની બધી સુવિધાઓ સાથે રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ, ટ્રેન ટ્રેકિંગ અને ખાવાનું ઓર્ડર કરવાની સુવિધા પણ છે. ડિજિટલ પેમેન્ટ પર 3% છૂટ પણ મળશે. રેલવેના કહ્યા પ્રમાણે આનાથી સમય બચશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. જો તમે દરરોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરો છો તો જલ્દી આ એપ ડાઉનલોડ કરો નહીં તો સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેવું પડશે.
UTS એપમાં ભરેલા R-વોલેટના પૈસા સુરક્ષિત છે અને ગભરાવાની જરૂર નથી; CRIS મુજબ બેલેન્સ આપોઆપ નવા RailOne એપમાં ટ્રાન્સફર થઈ જશે બસ તમે નવી એપ ડાઉનલોડ કરીને જૂના UTSમાં વપરાયેલ મોબાઇલ નંબર અને R-વોલેટ આઈડીથી લોગિન કરો, ટ્રાન્સફર થવામાં 24 થી 48 કલાક લાગી શકે છે જો કોઈ સમસ્યા આવે તો 139 હેલ્પલાઈન પર ફોન કરો અથવા એપના સપોર્ટ વિભાગમાં ફરિયાદ નોંધાવો કેટલાક યુઝર્સ મુજબ ટ્રાન્સફર સરળ રીતે થઈ રહ્યું છે પરંતુ વ્યસ્ત સમયે થોડુક મોડું થઈ શકે છે અને જો પૈસા પરત લેવા હોય તો બેંક વિગતો ઉમેરવી પડશે જેથી રિફંડ મળી શકે.
ADVERTISEMENT
આ ફેરફાર ઈન્ડિયન રેલવેની ડિજીટલ ક્રાંતિનો ભાગ છે. પહેલા UTS જેવી સુવિધાઓ સ્ટેશન કાઉન્ટર સુધી મર્યાદિત હતી હવે મોબાઇલ પરથી જ બધું સરળ બની ગયું છે. જોકે ગામડાં વિસ્તારોમાં ઇન્ટરનેટની સમસ્યા હોય ત્યાં મુસાફરોને થોડી મુશ્કેલી પડી શકે છે. રેલવેએ સ્ટેશન પર QR કોડ સ્કેન કરીને ટિકિટ લેવાની સુવિધા પણ રાખી છે. કુલ મળીને હવે મુસાફરોને એક જ એપમાં બધી સુવિધા મળશે પરંતુ શરૂઆતમાં થોડી અડચણ આવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઉછાળો, જાણો આજના નવા રેટ
ADVERTISEMENT
દરરોજ મુસાફરી કરતા ખાસ કરીને મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં લોકલ ટ્રેનમાં જતા લોકો માટે આ બદલાવ મહત્વનો છે. પહેલા UTS એપથી સીઝન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ લેવી ખૂબ સરળ હતી હવે એ જ સુવિધાઓ નવી RailOne એપમાં વધુ વિકલ્પો સાથે મળશે. રેલવે મુજબ જેમના પાસે પહેલેથી સીઝન ટિકિટ છે તે આપમેળે RailOne એપમાં ટ્રાન્સફર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.