બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Indian Post Office tweeted the alert message about the viral iphone 15 scam

સ્કેમ એલર્ટ / કૃપિયા સાવધાન રહો.! ફ્રીમાં મળી રહ્યો છે iPhone 15! ગિફ્ટની લાલચે મેસેજ વાંચીને ભરમાઈ ન જતાં, પોસ્ટ વિભાગે આપી ચેતવણી

Vaidehi

Last Updated: 06:45 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Post Officeએ ટ્વીટ કરીને ચેતવણી આપી છે કે ઈન્ડિયા પોસ્ટ કોઈપણ બિનસત્તાવાર પોર્ટલ અથવા લિંકની મદદથી કોઈપણ પ્રકારની ગિફ્ટ આપી રહ્યું નથી.

  • ભારતીય પોસ્ટ ઓફિસે ટ્વીટ કરી ચેતવણી આપી
  • આઈફોન 15ને લઈને વાયરલ થયેલા ફેક મેસેજને લઈને એલર્ટ 
  • કહ્યું ઈન્ડિયા પોસ્ટ કોઈપણ પ્રકારની ગિફ્ટ નથી આપી રહ્યું

એપ્પલે 12 સપ્ટેમ્બરનાં Iphone15ની સીરિઝ લોન્ચ કરી હતી જેમાં Iphone 15, 15 Plus, Iphone 15 Pro અને 15 Pro Max લોન્ચ થયા હતાં. આ ફોન્સ સેલિંગ માટે ઉપલબ્ધ છે.  પરંતુ તેના માટે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. તેવામાં સાઈબર ઠગીઓ પરિસ્થિતિનો ફાયદો ઊઠાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

લકી ડ્રોમાં Iphone 15 
હાલમાં જ સાઈબર ઠગીઓએ એક મેસેજ વાયરલ કર્યો હતો જેમાં તેમણે દાવો કર્યો કે ભારતીય પોસ્ટ ઓફિસની તરફથી નવરાત્રીનાં પર્વ નિમિત્તે લકી ડ્રોમાં Iphone 15 આપવામાં આવશે. અને આ લકી ડ્રોમાં શામેલ થવા માટે યૂઝર્સને વોટ્સએપ પર કેટલાક ગ્રુપ બનાવવાનાં રહેશે અને 20 લોકોને મેસેજ કરવાનો રહેશે. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો છે તો સાવધાન થઈ જજો કારણકે પોસ્ટ ઓફિસ તરફથી ચેતવણી આપવામાં આવી છે.

ઈન્ડિયન પોસ્ટ ઓફિસે ચેતવણી આપી
મિનિસ્ટ્રી ઓફ કમ્યૂનિકેશન અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે X પ્લેટફોર્મ પર યૂઝર્સને એક સ્કેમ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે એક ફિશિંગ મેસેજમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયા પોસ્ટ લકી વિનર્સને નવો આઈફોન 15 આપી રહ્યું છે. ઈન્ડિયા પોસ્ટે લખ્યું કે, કૃપા કરીને સાવધાન થઈ જજો. ઈન્ડિયા પોસ્ટ કોઈપણ બિનસત્તાવાર પોર્ટલ અથવા લિંકની મદદથી કોઈપણ પ્રકારની ગિફ્ટ નથી આપી રહ્યું. ઈન્ડિયા પોસ્ટ સંબંધિત કોઈપણ જાણકારી માટે કૃપા કરીને ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in પર જવું.

સ્ક્રીનશૉટ પણ ઊમેર્યું
ભારતીય પોસ્ટ ઓફિસે પોતાની આ એડવાઈઝરીમાં વાયરલ મેસેજનો એક સ્ક્રીનશૉટ પણ જોડ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો કે નવરાત્રીમાં ગિફ્ટ રૂપે એક વ્યક્તિને આઈફોન 15 મળશે.  ઈન્ડિયા પોસ્ટે ચેતવણી આપી કે આ મેસેજ ફેક છે અને યૂઝર્સને આવા મેસેજ ફોરવર્ડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મેસેજમાં બિનસત્તાવાર લિંક્સ આપવામાં આવી છે જેના પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ