બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Indian player Mohammad Siraj has a shameful record in the cricket world

IND vs AFG / ભારતના આ ખેલાડીના નામે થયો ક્રિકેટ જગતનો શર્મનાક રેકોર્ડ, કોઈ દિવસ નહીં ભૂલે 11 ઓકટોબરનો હીટિંગ ડે

Dinesh

Last Updated: 09:23 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AFG: અફઘાનિસ્તાન સામે ભારતની 8 વિકેટે જીત થઈ છે. આ મેચ દરમિયાન ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે

  • ભારતીય ખેલાડીના નામે નોંધાયો સૌથી ખરાબ રેકોર્ડ
  • સિરાજનો વનડેમાં સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો
  • સિરાજે 9 ઓવર નાંખી અને 76 રન આપ્યા

ભારતીય ટીમે બુધવારે ODI વર્લ્ડ કપ-2023ની મેચમાં અફઘાનિસ્તાન 272 રન બનાવ્યા હતાં. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ખેલાડીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. જેના કારણે કે ફાસ્ટ બોલર 11 ઓક્ટોબર 2023ને ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. સિરાજે આ મેચમાં 9 ઓવર નાંખી અને 76 રન આપ્યા હતા. સિરાજનો વનડેમાં આ સૌથી મોંઘો સ્પૈલ પણ છે. 2019માં એડિલેડ ઓવલા ઓસ્ટ્રેલિયા સામેની તેની ડેબ્યૂ મેચમાં તેણે 10 ઓવરમાં 76 રન આપ્યા હતા.

Image

બુમરાહની કમાલ
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (80) અને અઝમતુલ્લાહ (62)ની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ સુધી 121 રનની ભાગીદારી કરી હતી. શાહિદીએ 88 બોલમાં 8 ફોર અને 21 સિક્સર ફટકારી હતી. સાથે જ અઝમતુલ્લાએ 69 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 39 રનમાં 4 વિકેટ લીધી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

સિરાજે 9 ઓવર નાંખી અને 76 રન આપ્યા
મેચમાં સ્પિનર ​રવિન્દ્ર જાડેજાએ 8 ઓવર નાંખી અને 38 રન આપ્યા હતા. આ દરમિયાન જાડેજા અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને એકપણ વિકેટ હાથે લાગી ન હતી. સિરાજનું નામ એવી યાદીમાં સામેલ થયું છે કે, તે 11 ઓક્ટોબરની તારીખ યાદ રાખવાનું જરા પણ પસંદ નહીં કરે. સિરાજે આ મેચમાં 9 ઓવર નાંખી અને 76 રન આપ્યા હતા. સિરાજનો વનડેમાં આ સૌથી મોંઘો સ્પૈલ પણ છે. 2019માં એડિલેડ ઓવલા ઓસ્ટ્રેલિયા સામેની તેની ડેબ્યૂ મેચમાં તેણે 10 ઓવરમાં 76 રન આપ્યા હતા.

જુઓ લિસ્ટ
આ સાથે જ મોહમ્મદ સિરાજ વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. યાદીમાં ટોચ પર, સ્પિનર ​યુઝવેન્દ્ર ચહલે બર્મિંગહામમાં 2019માં ઈંગ્લેન્ડ સામે 88 રન આપ્યા હતા. બીજા નંબરે જવાગલ શ્રીનાથએ 2003માં ઓસ્ટ્રેલિયા સામે 87 રન, ત્રીજા સ્થાને અને કરસન ઘાવરી છે. ઘાવારીએ 1975ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ મેદાનમાં 83 રન આપ્યા હતા.  ઈકોનમીના મામલામાં પણ સિરાજનું નામ હવે આ યાદીમાં જોડાઈ ગયું છે. ચહલ 2019માં ઈંગ્લેન્ડ સામે 8.8માં વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ ઈકોનોમી રેટ સાથે ભારતીય બોલરોમાં ટોચ પર છે. શ્રીનાથ નંબર-2 પર છે. 2003માં જોહાનિસબર્ગમાં AUS સામે વર્લ્ડ કપ ફાઇનલમાં અને હવે મોહમ્મદ સિરાજનું નામ ત્રીજા નંબર પર આવી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ