બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian genome scientists recommended booster dose of covid 19 vaccines

રાહત / ઓમિક્રોનની દહેશત વચ્ચે આવ્યા મોટી ખુશખબર, ભારતની આ વેક્સિન કરશે બૂસ્ટર ડોઝનું કામ

Kavan

Last Updated: 03:30 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં ચિંતાજનક રીતે ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે બ્રિટનમાં તાજેતરમાં થયેલ સંશોધનમાં દુનિયા માટે મોટા ખુશખબર આવ્યા છે.

  • બુસ્ટર ડોઝ આપવા માટે ભલામણ
  • વૈજ્ઞાનિકો દ્વારા કરાઇ ભલામણ
  • 40 વર્ષથી વધુ વયનાને બુસ્ટર ડોઝ

વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી 7 રસીના બૂસ્ટર ડોઝથી રસી મેળવનાર લોકોમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ છે. આ 7 રસીઓમાં કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે, જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે, જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવે છે.

સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો 

આ સંશોધન એવા લોકો પર કરવામાં આવ્યું છે જેમણે કાં તો કોવિડશિલ્ડ રસી લીધી છે અથવા તો ફાઈઝરનો ડોઝ લીધો છે. આ અભ્યાસ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો જેમાં રસીના બે ડોઝ આપ્યા બાદ ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અગાઉના સંશોધનમાં, એવું જાણવા મળ્યું હતું કે કોવિશિલ્ડ અને ફાઈઝરના બે ડોઝ આપવાથી 6 મહિના પછી પણ હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ સામે અનુક્રમે 79 અને 90 ટકા રક્ષણ મળે છે.
 

omicron symptoms The Omicron variant has quite different features than the Delta variant of the Corona

ઓક્સફોર્ડ સહિત 7 રસીઓથી કોઈ સુરક્ષા જોખમ નથી

જો કે, કેટલાક સંશોધનોએ એ પણ સૂચવ્યું છે કે સમય જતાં કોવિડ સંક્રમણ સામે રક્ષણ ઘટતું જાય છે. આ કારણોસર, રસીના નિર્માતાઓ એવા લોકોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાની વાત કરી રહ્યા છે જેમને વધુ જોખમ છે. જો કે, ત્રીજા ડોઝ દ્વારા કેટલું રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેના પર વધુ સંશોધન કરવામાં આવ્યું નથી. લેન્સેટમાં ગુરુવારે પ્રકાશિત થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ અભ્યાસમાં Oxford, Pfizer, Novavax, Johnson & Johnson, Moderna, Valneva અને CureVacની કોરોના વેક્સીન સામેલ છે.

આ સંશોધનમાં 2,878 પુખ્ત લોકો સામેલ હતા અને જાણવા મળ્યું હતું કે આ 7 રસીઓથી કોઈ સલામતી જોખમ નથી. રસી લીધા પછી,માત્ર થાક, માથાનો દુખાવો અને જ્યાં વેક્સિન લીધી હોય ત્યાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણો મોટે ભાગે યુવાન લોકોમાં જોવા મળે છે. જો કે, આવા 24 લોકો એવા હતા જેમને ગંભીર આડઅસરનો સામનો કરવો પડ્યો હતો. સંશોધનમાં, આ પરિણામોને કોરોનાના આલ્ફા, બીટા, ડેલ્ટા અને ચીનમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસ સામે માપવામાં આવ્યા હતા.

સ્પાઈક પ્રોટીની માત્રાને 1.8 થી 1.23 ટકા વધરવામાં આવી 

સંશોધનમાં જાણવા મળ્યું છે કે બે ડોઝ મેળવનારા લોકોમાં 10 થી 12 અઠવાડિયા પછી, જ્યારે બૂસ્ટર ડોઝ આપવામાં આવે ત્યારે તમામ 7 રસીઓએ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કર્યો હતો. આ સંશોધનમાં, બૂસ્ટર ડોઝના 28 દિવસ પછી કોવિશિલ્ડ રસી આપવામાં આવેલ દર્દીઓમાં સ્પાઇક પ્રોટીનનું પ્રમાણ 1.8 થી વધીને 32.3 ગણું થયું. સંશોધકોએ કહ્યું કે બૂસ્ટર ડોઝની અસર રહે છે કે નહીં તે આવતા એક વર્ષ સુધી જોવામાં આવશે.

ભારતમાં ઓમિક્રોનના 2 કેસ મળ્યા

ભારતમાં પણ શુક્રવારે ઓમિક્રોનની દસ્તક થઈ છે. કર્ણાટકમાં ઓમિક્રોનના 2 કેસ મળ્યા છે. બન્નેને રસીના બે ડોઝ લાગી ચૂક્યા છે.જામનગરમાં આજે આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. 

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

થાક લાગવો (Fatigue)
જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકાન મેડિકલ એસોસિએશનના ચેયરપર્સન એન્જિક કોએત્જીએ  (Angelique Coetzee) થાક સહિત નીચે જણાવેલા લક્ષણોને Omicronના સંક્રમિત દર્દીઓમાં જોયા છે. 

શરીરમાં દુઃખાવો  (Body aches & Pains)
કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે. 

માથામાં ખુબ જ દુખાવો (Severe Headache)
Omicron વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે. 

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો 
સ્વાદ અને ગંધ ન આવવી  (Loss of Smell/Taste)
કોરોનાના Delta વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ  Omicron વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા. 

નાક બંધ રહેવું  (Severely Blocked Nose)
કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ Omicron વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા. 

ખૂબ વધારે તાવ  (Severe Temperature)
તાવ આવવો અથવા વધારે તાપમાનના કારણે Delta વેરિએન્ટથી સંક્રમિત ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં  ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જોવે લક્ષણો પણ નથી જોવા મળ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ