બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:42 PM, 8 December 2025
દુનિયામાં અનેક એવા ટાપુઓ છે જે હવે લગભગ અદ્રશ્ય થઈ ગયા છે. ભારતમાં પણ એક એવો ટાપુ હતો જે અદ્રશ્ય થઈ ગયો છે. ભારતના સુંદરવનમાં સ્થિત આ ટાપુ એક સમયે જંગલોથી ઢંકાયેલો હતો પરંતુ હવે તે લગભગ અદ્રશ્ય થઈ ગયો છે. સુંદરવનમાં સ્થિત આ ટાપુ ભંગાદુની ટાપુ તરીકે ઓળખાય છે. વર્ષ 2016 સુધીમાં આ ટાપુ ધીમે ધીમે બંગાળની ખાડીમાં ડૂબી ગયો હતો. આ સાથે જંબુદ્વીપ નામનો ટાપુ પણ અદ્રશ્ય ગયો છે.
ADVERTISEMENT
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના 2023 ના અહેવાલ મુજબ, દેશનો કુલ મેન્ગ્રોવ કવર 4992 ચોરસ કિમી હતું પરંતુ 2021 થી તેમાં 7.43 ચોરસ કિમીનો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ બંગાળમાં સુંદરવન મેન્ગ્રોવ્સમાં 2 ચોરસ કિમીનો ઘટાડો થયો છે તો ગુજરાતના વિસ્તારમાં 36 ચોરસ કિમીનો મોટો ઘટાડો નોંધાયો છે. જો આની ઉપર ઠોંસ કામગીરી કરવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં 113 દરિયાકાંઠાના શહેરોના ભાગો ડૂબી શકે છે.
વર્ષ 1975માં જ્યારે લેન્ડસેટ-2 અહીંથી પસાર થયું ત્યારે તેને આ વિસ્તારની તસ્વીર લીધી હતી. પણ મોજાઓની અસરથી ટાપુની માટી ધીમે ધીમે ધોવાઈ ગઈ. પાછળથી જ્યારે લેન્ડસેટ-5 ઉપગ્રહ પસાર થયો ત્યારે ટાપુનો મોટાભાગનો ભાગ ડૂબી ગયો હતો. મોજાઓના કારણે મીઠાના ભંડાર પણ બન્યા છે, જેનાથી મેન્ગ્રોવના મૂળને નુકસાન થયું છે. 2016 સુધીમાં લેન્ડસેટ-8 ની તસવીરો બતાવ્યું કે તે 1975 ના સાઈઝથી અડધું થઈ ગયું છે. FSIએ એહવાલ આપ્યો હતો કે, વર્ષ 1991 થી 2016 વચ્ચે 23 ચોરસ કિલોમીટર જમીન ડૂબી ગઈ હતી.
ADVERTISEMENT
આ સાથે જંબુદ્વીપ પણ આ જ સ્થિતિમાં છે. વર્ષ 1991 ની તસવીરોમાં તે મોટો દેખાતો હતો પણ વર્ષ 2016 સુધીમાં તેની સાઈઝ ઘટી ગી હતી. વર્ષ 2024-2025 માટે સેટેલાઇટ ડેટા (નાસા અને WWF) મુજબ સુંદરવનમાં જમીન વાર્ષિક 3 સેમી ડૂબી રહી છે, જે વૈશ્વિક સરેરાશ કરતા બમણી છે. વર્ષ 1991થી 2016 સુધી ભંગાદુની દ્વીપનો 23 કિલોમીટર વિસ્તાર સમુદ્રમાં માહિત થઇ ગયો છે.
આ દ્વીપ ડૂબવાનું કારણમાં, મેન્ગ્રોવ જંગલ સમાપ્ત થવાનું છે. આ સિવાય ગ્લોબલ વોર્મિંગથી સમુદ્રની સપાટીમાં વધારો થયો છે, થર્મલ વિસ્તરણ અને હિમાલયના બરફ પીગળવાનું કારણ પણ છે. સુંદરવનમાં દરિયાની સપાટી વાર્ષિક 3.9 મીમી જે વૈશ્વિક સરેરાશ (1.7 મીમી) કરતા બમણી વધી રહી છે.
ADVERTISEMENT
FSI ના વર્ષ 2023ના ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ મેન્ગ્રોવ 4,992 ચોરસ કિમી (દેશના વિસ્તારના 0.15%) હતું. જેમાં વર્ષ 2021માં 7.43 ચોરસ કિમી; ગુજરાત (-36.39), અંદમાન (-4.65), પશ્ચિમ બંગાળ (-2)નો ઘટાડો થયો છે. તો આંધ્ર (+13), મહારાષ્ટ્ર (+12), ઓડિશા (+8)માં વધારો થયો છે. છેલ્લા 25 વર્ષમાં સુંદરવનમાં 4 ટાપુઓ (બેડફોર્ડ, લોહાચરા, કબાસાગડી, દક્ષિણ તાલપટ્ટી) સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા છે. સુંદરવન વાર્ષિક 3 સેમીના દરે ડૂબી રહ્યું છે જે વર્ષ 2030 સુધીમાં મૌસુની ટાપુનો 15% ભાગ ગાયબ થઈ જશે.
ADVERTISEMENT

જો આમાં દરિયાકાંઠાના શહેરોની વાત કરવી હોય તો વર્ષ 2050 સુધીમાં 113 શહેરો જોખમમાં મૂકાશે. જેમાં ગુજરાતનું ભાવનગર 87 સેમી SLR, કેરળનું કોચી, આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ 62 સેમી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈના દરિયા વિસ્તાર ડૂબી શકે છે. WRI મુજબ વર્ષ 2050 સુધીમાં 1500 ચોરસ કિલોમીટર જમીન ધોવાણથી ડૂબી શકે છે.
ADVERTISEMENT
તો મહારાષ્ટ્રના મુંબઈમાં વર્ષે 2 મિલીમીટરના દરે જમીન ધોવાઈ રહી છે, જેનાથી 2 કરોડથી વધુ લોકો જોખમમાં મુકાઈ રહ્યા છે. કેરળના કોચીમાં 5,00,000 થી વધુ લોકો પર અસર પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.