બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખોડલધામ ખાતે યોજાયું લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન, CM સહિત દિગ્ગજો રહ્યાં હાજર"
Last Updated: 06:54 PM, 8 December 2025
Khodaldham News: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગઈકાલલે ખોડલધામ મંદિર-કાગવડ ખાતે લેઉવા પાટીદાર સમાજના શક્તિ પ્રદર્શનરૂપ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેવા અગ્રણી મહાનુભાવોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કન્વીનરો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સમાજજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ADVERTISEMENT
ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ નવ નિમાયેલ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સમાજની એકતા અને શક્તિનો સંદેશ આપતો રહ્યો. કાર્યક્રમમાં સમાજના વિકાસ અંગે મહત્વના મુદ્દાઓ પણ પ્રતિપાદિત થયા.
ADVERTISEMENT
શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના સાથીઓ અને સમાજના આગેવાનો સાથે સહભાગી થવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ… pic.twitter.com/Qe354nQQGA
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 7, 2025
ADVERTISEMENT
આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચિત ઘટના એ રહી કે લાંબા સમયથી નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા મતભેદોનું અંત આવ્યું હોવાનો અંદાજ થયો. અગાઉ જયેશ રાદડિયાએ નામ લીધા વિના કેટલાક અગ્રણીઓ પર કરેલી ટીકા બાદ મનદૂખ ઉભું થયું હતું. પરંતુ આજે તેમની ઉપસ્થિતિ અને બંનેને વચ્ચે થયેલી હળવી વાતચીતે સુખદ સમાધાનના સંકેતોને બળ આપ્યું. કાર્યક્રમમાં બન્ને અગ્રણીઓ સ્મિતભરી મુલાકાત કરતા જોવા મળ્યાં.
લાખો ભાવિકોના આસ્થાકેન્દ્ર એવા શ્રી ખોડલધામ મંદિર, કાગવડ ખાતે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. માતાજીના ચરણોમાં ગુજરાતના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી. pic.twitter.com/7mY1ebznXc
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 7, 2025
ADVERTISEMENT

ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ કહ્યું: “જયેશ રાદડિયા હોય કે ના હોય, ખોડલધામ રહેવાનું જ છે. ખોડલધામ સમાજનું ગૌરવ છે.” આ નિવેદન સમાજમાં પ્રદાન કરાયેલા યોગદાનને સમર્પિત હતું. આ દરમિયાન ચર્ચા એવી પણ છે કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બંને અગ્રણીઓ વચ્ચે સમાધાન કરાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણી વખત વહેતી ચર્ચાઓ હકીકતથી દૂર હોય છે અને નરેશભાઈ–જયેશભાઈ હંમેશાં સમાજના કામોમાં સાથે રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.