બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણીને પરિવાર પણ ખુશ થઇ જશે

BIG BREAKING / હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણીને પરિવાર પણ ખુશ થઇ જશે

Priykant Shrimali

Last Updated: 01:44 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Guard Retirement age : હોમગાર્ડઝના જવાનો ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે ત્યારે હવે સરકારે કર્યો સૌથી મોટો નિર્ણય

Home Guard Retirement age : ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડ્ઝ દળના જવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, હોમગાર્ડ્ઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. પૂર્વે ૫૫ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા હવે 58 વર્ષ કરી દેવાઈ છે.

આ સુધારો મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ્ઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ સેવા આપી ન માત્ર રાત્રિ પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને ચૂંટણી બંદોબસ્તમાં મદદરૂપ થાય છે, પરંતુ ધાર્મિક/મેળા બંદોબસ્ત, વી.આઈ.પી. સુરક્ષા સહિતની દૈનિક ફરજાઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. હોમગાર્ડ્ઝ દળની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ કરવામાં આવી હતી, અને તેનો મુખ્ય હેતુ પોલીસને પૂરક બળ પૂરૂં પાડવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયસર મેનેજ કરવી છે.

આ પણ વાંચો : 3.1ની તીવ્રતાથી ધ્રૂજી ઉઠી ગુજરાતના આ જિલ્લાની ધરા, સ્થાનિકોમાં ચિતાનું મોજું

નવા નિર્ણયથી હોમગાર્ડ્ઝ સભ્યોમાં રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકશે. ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડ્ઝના સભ્યો માનદ હોઈને કૌટુંબિક જવાબદારીઓ પણ નિભાવતા હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં વધારો તેમના માટે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ સાથે સરખા સમયમાં રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા વધુ અનુકૂળ બની રહેશે.

સ્થાનિક સ્તરે હોમગાર્ડ્ઝ જવાનો લોકોને નજીકથી ઓળખતા હોવાને કારણે, તેઓ પોલીસને કાયદા અને વ્યવસ્થાની કામગીરીમાં વધુ અસરકારક રીતે મદદ કરી શકે છે. આ નિર્ણયથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો થશે અને હોમગાર્ડ્ઝ દળના જવાનો રાષ્ટ્ર અને સમાજની સેવા માટે વધુ સમય સુધી સમર્પિત રહે શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

harsh Sanghvi Home Guard Retirement age
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ