ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / indian coach ravi shastri and other coaches can be retired after t20 world cup bcci officials were informed
ADVERTISEMENT
ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારની સંભાવના છે. યુએઇમાં ઓકટોબર નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપ બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર સહિત તમામ લોકો ભારતીય ટીમ થી અલગ થઈ જાય તેવી સંભાવના છે.
ADVERTISEMENT
શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ થશે પૂરો
ભારતીય ટીમ સાથે હેડ કોચ તરીકે જોડાયેલા પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જય રહ્યો છે. ભારતીય ટીમ સાથે પ્રથમ વખત 2014 થી 2016 માં ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપ સુધી નિર્દેશક ના સ્વરૂપે ટીમ સાથે જોડાયેલા શાસ્ત્રી હવે ભારતીય ટીમના કોચ તરીકે રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વચ્ચે એક વર્ષ માટે અનિલ કુંબલે પણ કોચ તરીકે જોડાયાં હતા. 2017 માં અનિલ કુંબલે રાજીનામું આપ્યા બાદ રવિ શાસ્ત્રીને ફરી ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બોલિંગ કોચ અરુણનો મોટો ફાળો
ભારતીય બોલિંગ લાઇન અપ અત્યારે વિશ્વની સૌથી ઘાતક બોલિંગ લાઇન અપ પૈકીની એક ગણાય છે. આના પાછળ બોલિંગ કોચ અરુણ નો પણ મોટો ફાળો છે. આ સિવાય અરુણ શ્રીધરનો ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે મોટો ફાળો રહ્યો છે. ટીમમાં સ્ફૂર્તિ અને ફિટનેસનું મહત્વ પણ વધ્યું હતું.
ADVERTISEMENT
મોટી ટુર્નામેન્ટ્સમાં હાર
રવિ શાસ્ત્રીનાં કોચપદે ભારતીય ટીમ 2019 માં વન-ડે વર્લ્ડ કપની સેમી ફાયનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હારી હતી. આજ સુધી રવિ શાસ્ત્રીના કોચ પદ હેઠળ ભારતીય ટીમ એકપણ મોટી ટુર્નામેન્ટ જીતી શકી નથી. છેલ્લે ભારતે ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતીય કપ્તાન વિરાટ કોહલીને પણ રવિ શાસ્ત્રી સાથે સારું બનતું હોવાના સમાચાર છે માટે નવા કોચ ટીમ સાથે કયા પ્રકારની કેમેસ્ટ્રી ઊભી કરી શકે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
આઇપીએલ અગાઉથી ચાલે છે ચર્ચા
અમુક સ્ટાફ તો બીસીસીઆઈ સાથે આઈપીએલ અગાઉથી જ ચર્ચા કરી ચૂક્યો હતો જ્યારે હવે સાચા સમયની રાહ જોઈ રહ્યો હતો. તેમણે બીસીસીઆઈના અમુક સદસ્યોને આ અંગે જણાવી રાખ્યું હોવાનું મનાય છે. નવેમ્બરમાં રવિ શાસ્ત્રી પણ ટીમ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ