બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / વિશ્વ / India will have 31 crore school graduates but half will have lack of job skills
ADVERTISEMENT
ભારતમાં માત્ર 47 ટકા સ્નાતકો પાસે રોજગારલક્ષી કૌશલ્યો
UNICEF દ્વારા GBC-basic skills નામક એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2030 સુધી જેટલા સ્નાતકો હશે તેમાંથી માત્ર 47 ટકા એવા સ્નાતકો હશે જે પોતાના કૌશલ્યથી રોજગારી મેળવવામાં સક્ષમ હશે બાકીના સ્નાતકોમાં એટલી કુશળતા પણ નહી હોય કે તે કોઈ સામાન્ય નોકરી પણ કરી શકે. ભારતમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે તેમાં આ અહેવાલ પછી રોજગારી અને શિક્ષણ બે મુદ્દે સરકારની ચિંતામાં વધારો થઇ શકે છે. અહેવાલ પરથી સવાલ ઉઠે છે કે શું ભારતની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓને રોજગાર આપવામાં તદ્દન નિષ્ફળ છે? UNICEFનાં એક બીજા અહેવાલ મુજબ વિશાર્થીઓને માર્કેટની માંગ મુજબની સ્કીલ્સ(કૌશલ્યો) આપવામાં આવી રહ્યા નથી.
ADVERTISEMENT
સમગ્ર સાઉથ એશિયા માટે આવ્યો રીપોર્ટ
આ અહેવાલ UNICEF અને GBC-Education દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભારત સિવાય નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા અને પાકિસ્તાન પર પણ આ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સમગ્ર સાઉથ એશિયામાં લગભગ 40 કરોડ જેટલા સ્નાતક થશે જેમાંથી 30 કરોડ તો ભારતનાં જ હશે આમ સ્નાતકો આપવમાં ભારતનો સિંહફાળો હશે.બાંગ્લાદેશમાં 3.78 કરોડ, પાકિસ્તાનમાં 6.43 કરોડ, 71 લાખ નેપાળમાં, શ્રીલંકામાં 38 લાખ, ભૂટાનમાં 2 લાખ અને માલદીવમાં 90 હજાર સ્નાતકો 2030 સુધી થશે. આમ બધા દેશો કરતા સૌથી વધુ ફાળો ભારતનો રહેશે. સમગ્ર સાઉથ એશિયામાં અડધો અડધ વસ્તી યુવાન છે જેમાં 24 વર્ષથી નીચા લોકોની સંખ્યા સૌથી વધુ છે.
ADVERTISEMENT
| દેશ | સ્નાતકો |
કૌશલ્ય ધરવતાં યુવાનોનું પ્રમાણ |
| ભારત | 30.96 કરોડ | 47% |
| બાંગ્લાદેશ | 3.78 કરોડ | 55% |
| પાકિસ્તાન | 6.43 કરોડ | 40% |
| નેપાળ | 71 લાખ | 46% |
| શ્રીલંકા | 38 લાખ | 68% |
| ભૂટાન | 2 લાખ | 81% |
| માલદીવ | 90 હજાર | 46% |
ADVERTISEMENT
સ્ત્રોત: GBC-Education 2030 skill scorecard
ભારત, પાકિસ્તાન, નેપાળ અને માલદીવનું પ્રદર્શન સૌથી ખરાબ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ મુજબ સૌથી સારું પ્રદર્શન ભૂટાને કર્યું છે. ભૂટાનનાં 81 ટકા સ્નાતકો પાસે રોજગાર મેળવી શકે તેવા કૌશલ્યો છે જે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સૌથી વધુ છે. ભારત, પાકિસ્તાન, નેપાળ અને માલદીવનું પ્રદર્શન સૌથી ખરાબ છે. UNICEFના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે Voice of Youth નામક એક સર્વે કરવામાં આવ્યો જેમાં 32000 યુવાનોએ ભાગ લીધો જેમાં આધુનિક અર્થવ્યવસ્થા માટે યુવાનો કેટલા તૈયાર છે તે વિષય પર ચિંતા વ્યક્ત કરવામાં આવી.
સ્નાતક થયા પછી પણ નોકરી માટે લાંચ આપવી પડે છે
ADVERTISEMENT
સર્વે મુજબ ઘણા યુવાનોએ અનુભવ્યું છે કે તેમની શિક્ષણ વ્યવસ્થા ખુબ જ જૂની-પુરાણી છે જે તેમને રોજગાર અપાવવામાં નિષ્ફળ છે.યુવાનોએ કહ્યું કે સ્નાતક થયા પછી તેમની સામે રોજગાર મેળવવા માટે ઘણા અડચણો આવતા હોય છે જેમકે રોજગાર માટે લાંચની માંગણીઓ, નોકરીઓમાં થતો ભેદભાવ, સેવાઓનો અભાવ. ભારત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના નામે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમાં કોલેજના અભ્યાસક્રમમાં ફરજીયાત રૂપે કૌશલ્ય આધારિત શિક્ષણને સામેલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર શાળાઓની શિક્ષણ વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફારની તૈયારીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.