બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / India will attack China by entering the house

SIPRI Report / ઘરમાં ઘૂસી ચીન પર તવાઇ બોલાવશે ભારત, દેશની આ તૈયારી જોઇ દુશ્મન દેશોની ઊંઘ હરામ

Priyakant

Last Updated: 02:04 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIPRI Report News: સરહદ પરની સ્થિતિને જોતા ભારત હવે લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવા પર વિશેષ ભાર મૂકીને તેની પરમાણુ ક્ષમતામાં કરી રહ્યું છે વધારો

  • ભારતે હવે પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો
  • ઘરમાં ઘૂસી ચીન પર તવાઇ બોલાવશે ભારત
  • ભારતે હવે લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો 

ભારતે હવે પોતાની રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. વાત જાણે એમ છે કે, ભારતીય સેનાને હંમેશા બે મોરચે તૈયાર રહેવું પડે છે. પાકિસ્તાને ખુલ્લેઆમ ભારતને દુશ્મન માની લીધું છે, જ્યારે ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતું ચીન પણ કાવતરાઓ કરતું રહે છે. આ જ કારણ છે કે, ભારતે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. સરહદ પરની સ્થિતિને જોતા ભારત હવે લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવા પર વિશેષ ભાર મૂકીને તેની પરમાણુ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. 

એવું તે શું છે SIPRIના રિપોર્ટમાં ? 
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. PTIએ સિપ્રીના અહેવાલને ટાંકીને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ કરી રહ્યા છે. આ સાથે પરમાણુ શસ્ત્રોનું વહન કરતી નવી સિસ્ટમ પણ વિકસાવવામાં આવી રહી છે.
 
SIPRIએ સોમવારે યરબુક 2023 રિલીઝ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં ચીનના પરમાણુ ભંડારમાં વધારો થયો છે. ચીન જે રીતે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) બનાવી રહ્યું છે તે મુજબ દાયકાના અંત સુધીમાં તે અમેરિકા અથવા રશિયાના સ્તરે પહોંચી શકે છે. SIPRIના અંદાજ મુજબ ચીનના પરમાણુ ભંડાર પાસે 2022માં 350 શસ્ત્રો હતા, જે 2023માં વધીને 410 થઈ ગયા છે. તેમાં હજુ વધારો થવાનો અંદાજ છે.

સ્વીડન સ્થિત થિંક ટેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ શસ્ત્રાગારને વિસ્તારી રહ્યા હોય તેવું લાગે છે અને બંને દેશોએ 2022માં પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ નવી પ્રણાલીઓ વિકસાવી છે, જે આગળ પણ ચાલુ છે. આ જ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું મુખ્ય ધ્યાન ભારતના પરમાણુ હથિયારો પર છે, જ્યારે ભારત લાંબા અંતરના શસ્ત્રો વિકસાવવામાં વ્યસ્ત છે, જે ચીનની અંદર ઊંડે સુધી લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે.

અમેરિકા અને રશિયા પાસે 90 ટકા હથિયાર
સિપ્રીના રિપોર્ટ અનુસાર તમામ પરમાણુ હથિયારોમાંથી લગભગ 90 ટકા રશિયા અને અમેરિકા પાસે છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, 2022માં તેમના સંબંધિત પરમાણુ શસ્ત્રાગારનું કદ પ્રમાણમાં સ્થિર રહ્યું હતું. જોકે ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે બંને દેશોમાં પરમાણુ દળો અંગે પારદર્શિતામાં ઘટાડો થયો છે. સિપ્રીએ જણાવ્યું હતું કે, નવ પરમાણુ-શસ્ત્રો ધરાવતા યુએસ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા) અને ઇઝરાયેલ તેમના પરમાણુ શસ્ત્રાગારનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ