ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs south africa virat wins toss elected to bat rahane pujara in playing 11

IND vs SA / વિરાટે જીત્યો ટોસ, ભારતીય બેટ્સમેનોની સારી શરૂઆત, આ ખેલાડીઓએ ટીમમાં બનાવી જગ્યા

Published By: Kavan

Last Updated: 02:27 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી મયંક અને રાહુલે સારી શરૂઆત અપાવી હતી.

ADVERTISEMENT

  • સેન્ચુરિયનમાં આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ 
  • પ્રથમ મેચમાં કોહલીએ જીત્યો ટોસ 
  • રહાણેને ટીમમાં સ્થાન મળ્યું 

કોહલીએ જીત્યો ટોસ 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

હનુમા વિહરી અને અય્યરને સ્થાન નહીં 
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટમાં સ્ક્વોડમાં રહેલા અને અગાઉ  યાદગાર ટેસ્ટ ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યરને તથા હનુમા વિહારીને ટીમમાં સ્થાન મળ્યું નથી. 

રહાણેને વધુ એક તક 
કેપ્ટન કોહલીએ સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેને આ મેચમાં વધુ એક તક આપી છે. સાથે જ ચેતેશ્વર પૂજારાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે માટે ટીમ બેલેન્સ અગાઉ જેવુ જ છે અને એકંદરે કોઈ મેજર ફેરફાર થયા નથી એવું કહી શકાય. 

પિચ શું કહે છે? 
પિચ રિપોર્ટ જોઈએ તો સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કની પિચ ફાસ્ટ બોલર્સ માટે મદદરૂપ રહેશે. અહીં બેટ્સમેનને નવા બોલ સામે રમવું અઘરું રહેશે. તો સામે સિનિયર ખેલાડીઓ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે આવી પિચ પર સારુ પ્રદર્શન કરી, ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાની સુવર્ણ તક છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર પણ પોતાની શાનદાર બોલિંગથી વિરોધી ટીમને ધરાશાયી કરવાની તક છે. 

કેપ્ટનશિપ વિવાદ અંગે ઘટસ્ફોટ
વિરાટ કોહલી અને રોહિત શર્માના કેપ્ટનશિપ વિવાદ અંગે રાહુલે કહ્યું હતું કે આ સિલેક્ટર્સની ભૂમિકા છે. અત્યારે આ ટોપિક પર વાત કરવાનો સમય તથા સ્થળ નથી. આમ કહીને તેમણે બધી જ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. 

વરસાદનો ભય ઊભોને ઊભો 
સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ દરમિયાન સમયાંતરે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વેધર અપડેટની એક વેબસાઈટ એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે 26, 27 અને 28 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના પણ છે. જેથી બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા 2 દિવસ વરસાદમાં ધોવાઈ જાય તો પણ નવાઈ નહીં 

આ છે ટીમની પ્લેઇંગ-11

IND: વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી,  મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ,

SA: ડિન એલ્ગર, એડન મારક્રમ, કિગન પીટરસન, આર.વેન ડેર ડુસેન, તેમ્બા બવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુન્ગી એન્ગિડી, માર્કો જેન્સેન

સંકળાયેલા મુદ્દાઓ

Ajinkya Rahane Cricket INDvsSA ક્રિકેટ ભારત vs આફ્રિકા IND vs SA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ