બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / india vs south africa 1st t20 canceled sunil gawaskar says csa not rich as bcci

ક્રિકેટ / 'કોઇ પણ ક્રિકેટ બોર્ડ ગરીબ નથી', IND vs SAની પ્રથમ T20 મેચ રદ થતા સુનીલ ગાવસ્કરનો પારો આસમાને, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:48 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs South Africa: ભારત Vs સાઉથ આફ્રીકાની વચ્ચે પહેલી ટી20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. તેના પર સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ પર સવાલ ઉઠાવ્યા છે.

  • IND vs SAની મેચ વરસાદના કારણે રદ
  • સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ પર ઉઠાવ્યા સવાલ 
  • કહ્યું શું સીએએસ પાસે કવર ખરીદવાના પૈસા નથી? 

ભારત Vs સાઉથ આફ્રીકાની વચ્ચે પહેલી ટી20 મેચ રદ્દ થઈ ચુકી છે. આ મેચ 10 ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે ટોસ પણ ન થઈ શક્યો અને આ મેચ રદ્દ કરવી પડી. આ મેચને રદ્દ થયા બાદ ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ પર ભડકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે લાગે છે કે સીએએસની પાસે બીસીસીઆઈ જેટલા પૈસા નથી.  

"શું સીએસએની પાસે કવર ખરીદવાના પૈસા નથી?"
સુનીલ ગાવસ્કરે સિક્કા ઉછાળ્યા પહેલા વરસાદના કારણે આખા મેદાનને કવર ન કરવાના કારણે સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડ સીએએસની આલોચના કરી છે. તેમણે કહ્યું કે જે વરસાદ વખતે પણ મેદનને સારી રીતે કવર ન કરવામાં આવે તો વરસાદ બંધ થયા બાદ પણ બીજા એક કલાક સુધી મેચ ન કરાવી શકાય. 

આ વચ્ચે અચાનક ફરી વરસાદ પડ્યો. માટે મેચ ન થઈ શકી. સીએએસને સારી રીતે પિચને કવર કરવી જોઈતી હતી. માની લો કે તેમની પાસે બીસીસીઆઈ જેટલા પૈસા ન હોય પરંતુ કોઈ પણ ક્રિકેટ બોર્ડ ગરીબ નથી. તેમની પાસે એટલા પૈસા તો જરૂર હોય છે કે કવર ખરીદી શકે. 

"ભારતનું મેદાન સંપૂર્ણ રીતે કવર"
સુનીલ ગાવસ્કરે આગળ કહ્યું કે જો કોઈ બોર્ડ કહી રહ્યું છે કે તેમની પાસે પૈસા નથી તો તે ખોટુ બોલી રહ્યું છે. બધા બોર્ડની પાસે ખૂબ પૈસા છે. નોટિંધમમાં ન્યૂઝીલેન્ડની સામે ભારતની મહત્વની ભુમિકા વરસાદના કારણે બગડી. તેના ઉપરાંત માનચેસ્ટરમાં પણ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી આ સેમીફાઈનલ મેચ વરસાદના કારણે બગડી. 

ઈંગ્લેન્ડમાં જ્યારે વિશ્વ કપ કરાવવામાં આવ્યું તો ઘણી મેચ ફક્ત એટલા માટે ન થઈ શકી કારણ કે મેદાન ઢાંકેલું ન હતું. ગાવસ્કરે કહ્યું કે મે 2023માં ટેસ્ટ મેચ વખતે કલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમને સંપૂર્ણ રીતે કવર કરી દેવામાં આવ્યું હતું. અમે એવું જ ઈચ્છીએ છીએ કે કોઈ પણ અમારા ગ્રાઉન્ડ પર આંગળી ન ચિંધે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ