બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / India-US 'Two Plus Two' talks today, US Secretary of State Blinken in Delhi today, will discuss various issues

2 Plus 2 Dialogue / આજે ભારત-અમેરિકા વચ્ચે 'ટુ પ્લસ ટુ' મંત્રણા, અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન આજે દિલ્હીમાં, ચર્ચાશે વિવિધ મુદ્દા

Megha

Last Updated: 08:29 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકા વચ્ચે "ટુ-પ્લસ-ટુ વાતચીત" આજથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન દિલ્હી પહોંચી ગયા છે.

  • અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગઈકાલે રાત્રે દિલ્હી આવ્યા 
  • આજે ભારત-યુએસ “ટુ પ્લસ ટુ” વિદેશ અને રક્ષા મંત્રી સ્તરની વાતચીત થશે 
  • ભારતીય પક્ષનું નેતૃત્વ રાજનાથ સિંહ અને એસ. જયશંકર કરશે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગુરુવારે રાત્રે ભારત-યુએસ “ટુ પ્લસ ટુ” વિદેશ અને રક્ષા મંત્રી સ્તરની વાતચીત ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પહેલા જ દિલ્હી પહોંચી ચૂક્યા હતા. એવામાં આજે એટલે કે શુક્રવારે ‘ટુ પ્લસ ટુ’ વાતચીત થશે. 

આ વાતચીતમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 'X' પર જણાવ્યું હતું કે, "પાંચમી ભારત-યુએસ '2+2' મંત્રી સ્તરીય વાતચીતની સહ-અધ્યક્ષતા કરવા માટે નવી દિલ્હીમાં આગમન પર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું ઉષ્માભર્યું સ્વાગત છે."

આ મુદ્દાઓ પર થઈ શકે છે વાતચીત 
વિદેશ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન એ આ અઠવાડિયે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પાંચમી 'ટુ પ્લસ ટુ' મંત્રી સ્તરીય વાટાઘાટો માટે ભારત આવશે. મંત્રાલયે કહ્યું કે બ્લિંકન અને ઓસ્ટિન અન્ય વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક ચિંતાઓ અને ઈન્ડો-પેસિફિકમાં ચાલી રહેલી ગતિવિધિઓ અંગે ચર્ચા કરશે. સાથે જ બંને પક્ષો ગાઝામાં હમાસ-ઈઝરાયેલ યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. તેને કેવી રીતે નિયંત્રિત કરવું, જેથી તે મોટો મુદ્દો ન બને. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્ય પર તેની અસર પર પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.

ભારત અને અમેરિકા વચ્ચેના રક્ષા અને વિદેશ સંબંધોને એક નવું સ્તર આપવા માટે આ વાતચીત થવા જઈ રહી છે. જેના કારણે ચીન અને પાકિસ્તાન જેવા ભારતના દુશ્મનો અસુરક્ષિત અનુભવવા લાગ્યા છે. અમેરિકા હવે ભારતનું વ્યૂહાત્મક ભાગીદાર બની ગયું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેના સંબંધો સતત ગાઢ અને મજબૂત થઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

અમેરિકાના એક ભૂતપૂર્વ વરિષ્ઠ રક્ષા અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા-ભારત સંરક્ષણ સંબંધ "સાચી દિશામાં" છે અને '2+2' વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની મંત્રણા એ એક ઉત્તમ ઉદાહરણ છે કે બંને પક્ષો તેને કેવી રીતે આગળ લઈ ગયા છે. ભારત અને યુએસ આજે અહીં '2 પ્લસ 2' વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય વાતચીતની આગામી આવૃત્તિમાં તેમના ઝડપથી વધી રહેલા વ્યૂહાત્મક સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ