ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારત બોલે કંઇક છે અને કરે કંઇક છે, લંડનમાં બેસીને યુનુસે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

વિવાદિત / ભારત બોલે કંઇક છે અને કરે કંઇક છે, લંડનમાં બેસીને યુનુસે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Last Updated: 09:08 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ યુનુસે લંડનમાં કહ્યું હતું કે, ભારત આપણો પાડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા રાખવા માંગતા નથી. યુનુસ આવી વાતો કહીને પોતાના માસ્ટર ચીનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

Muhammad Yunus on India : બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ફરી એકવાર ભારત વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. યુનુસે બ્રિટનના થિંક ટેન્ક ચૅથમ હાઉસમાં વાતચીત દરમિયાન આ વાતો કહી હતી.

યુનુસે ફરી એકવાર ઝેર ઓક્યું

મોહમ્મદ યુનુસે દાવો કર્યો કે, ભારત આપણો પાડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા રાખવા માંગતા નથી. જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી અને યુનુસ નેતા બન્યા, ત્યારથી બાંગ્લાદેશ ચીનની નજીક સરકી રહ્યો છે. જેના કારણે ભારત સાથેના સંબંધો બગડ્યા છે.

મને ખૂબ ગુસ્સો આવે છે: યુનુસ

બાંગ્લાદેશના કાર્યકારી નેતાએ કહ્યું, 'હું ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરું છું, પરંતુ દર વખતે કોઈને કોઈ રીતે વસ્તુઓ ખોટી થઈ જાય છે કારણ કે ભારતીય મીડિયા ખોટા સમાચાર ચલાવે છે. આ જ વાત બાંગ્લાદેશને પરેશાન કરે છે. મને ખૂબ ગુસ્સો આવે છે.'

આ પણ વાંચો ; દારૂબંધી માત્ર નામની! 11 યુવાનોએ જાહેરમાં કરી દારૂ પાર્ટી, ગઇકાલે પોલીસ કર્મી પકડાયા હતા પીધેલા

તેઓ કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે: યુનુસ

લંડનમાં યુનુસે કહ્યું કે, 'આપણે વાતચીત માટે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે જ સમયે ઘણી બધી બાબતો બનતી રહે છે. આપણે તેનાથી દૂર રહી શકતા નથી. જો હું શાંતિથી રહેવાનો પ્રયાસ કરું અને અચાનક તેઓ કંઈક કહે, કંઈક કરે, તો ગુસ્સો પાછો આવે છે. તેથી હવે આપણું મોટું કામ છે કે આપણે ઓછામાં ઓછું શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ, એવું જીવન બનાવી શકીએ જેનું આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ.'

શું યુનુસ સરકારમાં રહેવા માંગે છે? તેમનો જવાબ શું હતો

આ દરમિયાન, અર્થશાસ્ત્રી યુનુસે કહ્યું કે તેમને ચૂંટાયેલી સરકારમાં જોડાવામાં રસ નથી. પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા, યુનુસે કહ્યું, 'બિલકુલ નહીં, બિલકુલ નહીં. મને લાગે છે કે અમારા કેબિનેટ સભ્યો (સલાહકારો પરિષદ)માંથી કોઈ પણ આ કરવા માંગશે નહીં.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Muhammad Yunus India Bangladesh relation Vtv Digital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ