બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દારૂબંધી માત્ર નામની! 11 યુવાનોએ જાહેરમાં કરી દારૂ પાર્ટી, ગઇકાલે પોલીસ કર્મી પકડાયા હતા પીધેલા

ગુજરાત / દારૂબંધી માત્ર નામની! 11 યુવાનોએ જાહેરમાં કરી દારૂ પાર્ટી, ગઇકાલે પોલીસ કર્મી પકડાયા હતા પીધેલા

Dinesh Chaudhary

Last Updated: 08:04 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવાર નવનાર સવાલ ઉભા થતા હોય છે. સાથેજ હવે તો લોકો આ રીતે જાહેરમાં દારૂની મિજબાની માણે કે વેચે તેવા પણ વીડિયો સામે આવી રહ્યાં છે.

નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય તેવા અનેક વાયરલ વીડિયો પરથી લાગી રહ્યું છે. પોલીસના કોઈ પણ ડર વગર દારૂ પીવાય અને ખરીદાય અને ક્યાંક તો પોલીસ પણ દારૂ પાર્ટી કરતા ઝડપાય છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ !, બસ મૂક પ્રેક્ષક બની તમાશો જોશે.

2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ભરૂચ પોલીસના 2 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં જ બંને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. હાસોટ પોલીસ સ્ટેશનના રાઈટર હિતેશ અને ડ્રાઈવરની દારૂપાર્ટી સાથે ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંને સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કુલ 7 લોકો સામે નોંધાયો ગુનો છે.

મોરબીમાં બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોરબી જિલ્લામાંથી ગયા જાન્યુઆરી મહિનામાં પોલીસે દરોડા પાડી બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ટંકારા અને સનાળા ખાતે દરોડા પાડી કુલ 1.22 કરોડની કિંમતની 19 હજારથી વધુ બોટલ જપ્ત કરી હતી. પોલીસે તપાસ કરીને ટંકારા કેસમાં કુલ 17માંથી 9 આરોપીઓની ધરપકડ કરાઇ છે. તો સનાળા કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીને પકડવામાં આવ્યા છે. તો 6 આરોપીઓની શોધખોળ શરૂ છે..દારૂના સપ્લાયરને પકડવા મોરબી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની ટીમોને તપાસ માટે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન પણ મોકલાયા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. દારૂની બોટલમાં ડુપ્લીકેટ દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં જપ્ત થયેલા વાહનો પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને લીધેલા હોવાનો ખુલાસો થયો છે. ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ બિકાનેર હોવાની જાણવામ મળ્યું હતું. જો કે રાજસ્થાન તપાસ કરતા આવી કોઇ વ્યક્તિ ન હોવાનું ખુલ્યું છે. ખોટી ઓળખ, ખોટા આધરકાર્ડ બતાવીને બંને ગોડાઉન ભાડે રખાયા હતા..પોલીસે રાજસ્થાનથી બે મુખ્ય સુત્રધાર ગંગારામ અને હનુમાનરામ શાહુની ધરપકડ કરાઇ છે.

મહેસાણામાં SMCએ પકડ્યો દારૂનો મોટો જથ્થો

મહેસાણામાં એસએમસીની ટીમે બે અલગ અલગ સ્થળેથી 26 લાખથી વધુનો દારુ જપ્ત કર્યો હતો. એસએમસીની ટીમે ખેરાલુમાં શંકાસ્પદ કારમાંથી 8 લાખ 74 હજાર રૂપિયાનો દારૂનો પકડ્યો હતો. દારૂના જથ્થા સાથે રાજસ્થાનના જીતેન્દ્ર દરજી નામના આરોપીને પણ પકડ્યો હતો. ખેરાલુમાં દારૂ મોકલનાર, દારૂ મંગાવનાર સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી બાજું સતલાસણામાં પણ એસએમસીએ દારૂ ભરેલી કારને પકડી છે. કારમાં તપાસ કરતા 7 લાખ 40 હજાર રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. દારૂ સાથે મહિપતસિંહ ડાભીને પોલીસે પકડ્યો.

પરાલી ગામે દારૂ વેચાણનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરના પરાલી ગામે દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. બેરોકટોક દેશી દારૂનું વેચાણ સામે આવ્યું છે, જાગૃત નાગરિકે દારૂ લઈને આવતા શખ્સનો વીડિયો બનાવ્યો છે. દારૂ વેચાણના વીડિયોને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતો.

11 યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માણી

સુરેન્દ્રનગરમાં જાહેરમાં દારૂની મહેફિલનો પણ વીડિયો વાયરલ થયો છે. 11 યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. પોપટપરા વિસ્તારમાં દારૂની મહેફિલ થયાની શક્યતાઓ સામે આવી છે. દારૂ પીને યુવાનોએ વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જાહેરમાં દારૂ પીતા યુવકોને નથી પોલીસનો ડર?

જામનગરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ

જામનગરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કરાયો છે. દારુપીને રસ્તા પર સુઈ જતા દારુડિયાઓથી લોકો પરેશાન છે. જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે. જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો તે જગ્યાનો વીડિયો વાયરલ થયો છે.

app promo3

આ પણ વાંચો: પોલીસને ચેલેન્જ! રાજકોટ-અમદાવાદ હાઈવે પર નબીરાએ સૂતા સૂતા બાઈક ફગાવી, જોઈ લો વીડિયો

દીવમાં વાઈનશોપ પર દારૂ ખરીદવા પડાપડી!

દીવમાં વાઈનશોપ પર દારૂ ખરીદવા પડાપડી થઈ રહી છે. બુટલેગરો અને દારૂ પીનારાઓ દારૂ ખરીદવા ઉમટી પડ્યાની ચર્ચા છે. કેટલાક લોકો દુકાન આગળની જાળી પર ચડી ગયા છે. આ વાઈનશોપ પર ઘણી વખત મારામારીની ઘટના પણ બની ચૂકી છે. વાઈનશોપ પર સુરક્ષા ગોઠવવા સ્થાનિકોની માગ છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police liquor Case liquor sale video Gujarat liquor sale
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ