બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / India more than doubles price of locally produced gas

વધુ એક ફટકાની તૈયારી / મોંઘવારીનો હાહાકાર :CNG-PNG-LPGના ભાવ ફરી વધશે, સરકારે બમણી કરી ઘરેલુ ગેસની કિંમત

Hiralal

Last Updated: 09:55 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે છ મહિના માટે CNG-PNG-LPGના ભાવમાં 4.1 ડોલરનો વધારો કર્યો હોવાથી ટૂંક સમયમાં રાંધણ ગેસના ભાવ ફરી વધશે તે નક્કી છે.

  • ટૂંક સમયમાં સામાન્ય જનતાને પડશે વધુ એક ફટકો
  • સરકારે કુદરતી ગેસની કિંમતમાં કર્યો વધારો
  • તેને કારણે CNG-PNG-LPGના ભાવ ફરી વધશે
  • છ મહિના માટે CNG-PNG-LPGના ભાવમાં કર્યો 4.1 ડોલરનો વધારો

પહેલેથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને ટૂંક સમયમાં વધુ એક જોરદાર ફટકો પડી શકે છે. કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવ બમણાથી પણ વધુ કરી દીધા છે. આ કારણે એલપીજી સિલિન્ડર જ નહીં પરંતુ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ટૂંક સમયમાં ફરી વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. રાંધણ ગેસ મોંઘો થતા રસોડાનું બજેટ ખોરવાશે તથા ભાડામાં પણ જોરદાર વધારો જોવા મળી શકે છે. 

છ મહિના માટે કુદરતી ગેસના ભાવમાં કર્યો વધારો 
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2022 સુધીના આગામી છ મહિના માટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત 6.1 ડોલર પ્રતિ એમએમબીટીયુ (10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટ) થઈ ગઈ છે. 31 માર્ચ સુધી તેની કિંમત 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયૂ હતી.

આવી રીતે નક્કી થાય છે કિંમત 
ઘરેલું કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં ભાવમાં સુધારો કરવામાં આવશે. નેચરલ ગેસના ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા મોટા ગેસ ઉત્પાદક દેશોમાં જાહેર કરવામાં આવતા વાર્ષિક સરેરાશ ભાવોના આધારે નક્કી કરવામાં આવે છે. આ મોટા ઉત્પાદકોનું વાર્ષિક સરેરાશ મૂલ્ય એક ક્વાર્ટર પહેલાં લેવામાં આવે છે. એટલે કે જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021ની સરેરાશ કિંમતના આધારે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીના ભાવ નક્કી કરવામાં આવે છે.

દેશમાં પેટ્રોલ 100 અને રાંધણ ગેસ સિલિન્ડર 1000ને પાર 
હાલમાં દેશના તમામ શહેરોમાં પેટ્રોલનો ભાવ લીટરે 100 રુપિયા અને ઘરેલુ રાંધણ ગેસનો ભાવ એક સિલિન્ડરના 1000ની આસપાસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ