બ્રેકિંગ ન્યુઝ
ઈરાને ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી દીધા છે. ઈરાનના ઇઝરાયેલ પર હુમલા બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ક્રમમાં ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે તેમજ ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું, "અમે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ જાળવવા, હિંસાથી પાછા હટવા અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા આહ્વાન કરીએ છીએ." વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, "મંત્રાલય ઉભરતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસો ભારતીય સમુદાયના નજીકના સંપર્કમાં છે. તે મહત્ત્વનું છે કે આ ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે."
ADVERTISEMENT
Statement on the situation in West Asia:https://t.co/kpJzqwTVWC pic.twitter.com/cSbJQrAjCC
— Randhir Jaiswal (@MEAIndia) April 14, 2024
ADVERTISEMENT
ઈરાને ઇઝરાયેલ પર ડઝનેક ડ્રોન છોડ્યા, એ પછી સેંકડો મિસાઇલો છોડી. જોકે યુએસ અને ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ ડ્રોન અને મિસાઇલને નિષ્ક્રિય કરવાનો દાવો કર્યો છે. ઇરાકમાં અમેરિકાના સૈન્ય મથક પર પણ હુમલાની માહિતી છે. જાણીતું છે કે ઇઝરાયેલે સીરિયામાં ઈરાનના મથકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈરાનનો ટોપ કમાન્ડર માર્યો ગયો હતો. આ પછી તહેરાને બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયેલ ત્યારથી જ એલર્ટ થઈ ગયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ઈરાનને આવું ન કરવાની ચેતવણી આપી હતી. જોકે ઈરાન પર તેની કોઈ અસર થઈ નથી. તેહરાને આખરે ઇઝરાયેલ પર હુમલો કરી જ દીધો. તેલ અવીવના આકાશમાં એક સાથે ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો ચમકવા લાગ્યા.
ઇઝરાયેલી દળોનો દાવો
ADVERTISEMENT
ઇઝરાયેલના સંરક્ષણ દળનો દાવો છે કે તેણે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની મદદથી ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ અને ડ્રોનને તોડી પાડ્યા છે. બીજી તરફ ઈરાની હુમલાને બેઅસર કરવા માટે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આગળ આવ્યા છે. અમેરિકા અને બ્રિટનની વાયુસેનાએ ઇઝરાયેલ વતી કામગીરી શરૂ કરી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાન્સે ઈરાની હુમલાથી ઇઝરાયેલને બચાવવા માટે પોતાના યુદ્ધ જહાજને તૈનાત કર્યા છે. આ બધાની વચ્ચે ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે, જેથી ઈરાનના હુમલા સામે નક્કર પગલાં લઈ શકાય.
વધુ વાંચો : ઈરાનનું જોરદાર એક્શન, મધદરિયે કબજે કર્યું ઈઝરાયલી જહાજ, 17 ભારતીયો કેદમાં
ADVERTISEMENT
અમેરિકન મિલિટરી બેઝને નિશાન બનાવ્યું
ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. એરબિલ એરપોર્ટ નજીક યુએસ લશ્કરી થાણું છે. આ સૈન્ય મથકને નિશાન બનાવીને હુમલો થયો હોવાની માહિતી છે. આ પહેલા શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈરાનને ઇઝરાયેલ પર હુમલો ન કરવાની ચેતવણી આપી હતી. જો કે, આ ચેતવણીઓની ઈરાન પર કોઈ અસર થઈ નથી. બીજી તરફ ઈરાને પણ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે આમાં વચ્ચે ન પડે, નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.