ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ભારતીય ફ્લેગ સાથેના 2 ગેસ ટેન્કર હોર્મુજ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીમાં, જાણો વર્તમાન સ્થિતિ
Last Updated: 10:42 AM, 21 March 2026
ADVERTISEMENT
દુનિયામાં સમુદ્ર મારફતે જતું જેટલું તેલ અને ગેસ છે તેમાંનું લગભગ 20% માત્ર એક જ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ એક ખૂબ જ સંકુચિત જળમાર્ગ છે, જે ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો છે. એક બાજુ ખાડી દેશો UAE, કુવૈત, સાઉદી અરેબિયા અને ઈરાક છે અને આ દેશોના તેલને બહાર મોકલવાનો મુખ્ય સમુદ્રી માર્ગ પણ આ જ છે.
ADVERTISEMENT
દુનિયાનું લગભગ પાંચમું ભાગ તેલ અને ગેસ અટકી જશે. તેની કિંમત આસમાને પહોંચી જશે. અને ભારત જેવા દેશો જે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ વિદેશથી મંગાવે છે તેમને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ જહાજ પર હુમલો કરવામાં આવશે. આ સમાચાર સાંભળતાં જ સૈંકડો જહાજોએ ત્યાં જ લંગર નાખી દીધા છે અને અટકી ગયા છે. કોઈપણ આગળ વધવા તૈયાર નથી. છેલ્લા 24 કલાકમાં એકપણ મોટું તેલ વહન કરતું જહાજ હોર્મુઝમાંથી પસાર થયું નથી. આ ખૂબ જ મોટી વાત છે એટલે કે આ માર્ગ હવે હકીકતમાં લગભગ બંધ થઈ ગયો છે.
ADVERTISEMENT
હાલમાં ભારતના 22 જહાજ ખાડી વિસ્તારમાં ફસાઈ ગયા છે. તેઓ ન તો આગળ જઈ શકે છે અને ન તો પાછા ફરી શકે છે. આમાંથી બે જહાજ ખાસ ચર્ચામાં છે પાઈન ગેસ, જેને ઇન્ડિયન ઓઈલ (IOC) દ્વારા ભાડે લેવામાં આવ્યું છે, અને જગ વસંત, જેને BPCL દ્વારા ભાડે લેવામાં આવ્યું છે.
આ બંને LPG ટેન્કર છે એટલે કે તેમાં રસોઈ ગેસ જેવું ઈંધણ ભરેલું છે જે ભારતના ઘરો સુધી પહોંચવાનું છે. હાલમાં આ બંને જહાજ UAEના શારજાહ નજીક લંગર નાખીને ઉભા છે. માહિતી મુજબ તેઓ શનિવારે રવાના થવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
ભારત સરકાર હાથ પર હાથ ધરી બેસી નથી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત ઈચ્છે છે કે તેના જહાજ સુરક્ષિત રીતે અને વિના કોઈ અવરોધ વગર આવી શકે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે જેથી આ જહાજો માટે સુરક્ષિત માર્ગ મળી શકે. આ કૂંટનીતિનો ખેલ છે. પ્રધાનમંત્રીની કોશિશ છે કે આ સંદેશ ઇરાન સુધી પહોંચે કે ભારતના જહાજોને જવા દેવામાં આવે.

ADVERTISEMENT
સમાચાર મુજબ ગયા અઠવાડિયામાં ઇરાને બે ભારતીય LPG જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવ્યા હતા. એટલે કે ઇરાને ભારતને થોડું હલકું આપ્યું. એનું કારણ એ પણ છે કે ભારત અને ઇરાનના સંબંધો પહેલા જ સારી સ્થિતિમાં છે અને ભારત હંમેશાં આ યુદ્ધમાં કોઈ એક પક્ષ તરફી થવાનું ટાળે છે.
ADVERTISEMENT
આ સમગ્ર સમાચારમાં એક બહુ રસપ્રદ વાત છે. ડેટા મુજબ પાકિસ્તાન જનાર એક તૈલનો જહાજ તાજેતરમાં હોર્મુઝથી પસાર થયો હતો. તેનો મતલબ એ કે ઇરાન સંપૂર્ણ રીતે રસ્તો બંધ કરી નથી. તે ચોક્કસ દેશોને જ પસાર થવા દે છે, જેમના સાથે તેના સંબંધો સારાં છે, અથવા જે તેના માટે લાભદાયક છે તેમને માર્ગ મળે છે.

આ પણ વાંચોઃ ઈરાને 4,000 કિમી દૂર મિસાઈલ છોડી, હિંદ મહાસાગરમાં અમેરિકાના બેઝ પર કર્યો હુમલો
આ માત્ર જહાજોની કહાની નથી. આ તે માર્ગની કહાની છે જેના દ્વારા ભારતને રસોડાનો ગેસ, પેટ્રોલ અને ડીઝલ મળે છે. જો આ માર્ગ લાંબા સમય માટે બંધ રહેશે તો ભારતમાં ગેસ અને તેલની અછત સર્જાઈ શકે છે. કિંમતો વધી શકે છે .
સંકળાયેલા મુદ્દાઓ