બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / India lost to West Indies, from absence of Rohit Sharma and Virat Kohli to flop batsman, know 5 big reasons for defeat

IND vs WI / વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું ભારત, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીથી લઈને ફ્લોપ બેટ્સમેન, જાણો હારના 5 મોટા કારણો

Megha

Last Updated: 09:44 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી મેચ મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવી છે. ટીમ ઈન્ડિયા એ 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને વેસ્ટ ઈન્ડિઝ ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

  • વેસ્ટ ઈન્ડિઝએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવી
  • 5 વર્ષમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની આ પ્રથમ જીત છે
  • ચાલો જાણીએ ભારતની આ હારના 5 મુખ્ય કારણો-

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવીને ન માત્ર સીરીઝ બરાબરી કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો પણ સમાપ્ત કર્યો હતો. ODI ફોર્મેટમાં છેલ્લા 5 વર્ષમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની આ પ્રથમ જીત છે, આ સિવાય છેલ્લા 10 ODIમાં પ્રથમ વખત તેમને ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈશાન કિશનની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, વેસ્ટ ઈન્ડિઝ ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. એવામાં ચાલો જાણીએ ભારતની આ હારના 5 મુખ્ય કારણો-

રોહિત-કોહલીને આરામ આપવો ભારે પડ્યો 
બાર્બાડોસ વનડેમાં ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી હતી.આ બંને સિનિયર ખેલાડીઓને યુવા ખેલાડીઓને અજમાવવા માટે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ શું વર્લ્ડ કપના થોડા મહિના પહેલા ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય યોગ્ય રહેશે?આ મેચમાં ટીમ ઈન્ડિયાને રોહિત શર્માની કેપ્ટન્સી સાથે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલીના અનુભવનો ઘણો અભાવ અનુભવાયો હતો. જો કોહલી ટીમમાં હાજર હોત તો તે ચોક્કસપણે યુવા ખેલાડીઓ સાથે ભાગીદારી કરીને ટીમને પડકારજનક સ્કોર સુધી લઈ ગયો હોત. તે જ સમયે મેચમાં રોહિત શર્માની કેપ્ટનશિપના નિર્ભય નિર્ણયોનો પણ અભાવ હતો.

ગિલ-કિશનને સારી શરૂઆત અપાવી હતી
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઇશાન કિશનને ફરી એકવાર ઓપનિંગની તક મળી અને તેને ગિલ સાથે 90 રનની ભાગીદારી કરી. સીરિઝની તેને સતત બીજી અડધી સદી ફટકારી.કિશને 55 અને ગિલે 34 રન બનાવ્યા હતા.પરંતુ આ બંને બેટ્સમેન આઉટ થતાની સાથે જ ટીમ કોઈ ખાસ કમાલ બતાવી શકી નહતી. 

ઓપનરોને છોડીને, સમગ્ર બેટિંગ ઓર્ડર નિષ્ફળ 
રોહિત-વિરાટની ગેરહાજરીમાં પણ ભારત પાસે નંબર 8 સુધી બેટિંગના વિકલ્પો હતા, જ્યારે કુલદીપ યાદવનો સ્થાનિક ક્રિકેટમાં રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેમ છતાં ટીમ ઈન્ડિયા 90 રનની ઓપનિંગ પાર્ટનરશિપ બાદ પણ 181 રનમાં સમેટાઈ ગઈ હતી. આગળની 9 વિકેટ માત્ર 91 રનમાં ગુમાવી દીધી હતી. 8 મહિના પછી સંજુ સેમસનને બ્લુ જર્સીમાં રમવાની તક મળી, પરંતુ તેણે આ વખતે પણ નિરાશ કર્યા. સાથે જ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા બેટ્સમેનો પણ કંઈ કરી શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવે 24 રનની ઇનિંગ રમી હતી. ભારતના કુલ 5 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

સ્પિનરો ન કરી શક્ય કમાલ 
પ્રથમ વનડેમાં સ્પિનરોની અપાર સફળતા જોઈને ટીમ મેનેજમેન્ટે બીજી મેચમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ત્રણ સ્પિનરોને રમવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ વખતે ભારતીય સ્પિનરો કામમાં આવ્યા ન હતા.કુલદીપ યાદવને એકમાત્ર વિકેટ મળી હતી પરંતુ જાડેજા અને અક્ષરને કોઈ સફળતા મળી ન હતી. જો કે ત્રણેય સ્પિનરોએ મળીને માત્ર 16 ઓવર ફેંકી હતી જેમાં અક્ષર પટેલને ઓછામાં ઓછી 2 ઓવર મળી હતી.

વેસ્ટ ઈન્ડિઝએ કર્યો કમાલ 
સારી શરૂઆત બાદ વેસ્ટ ઈન્ડિઝએ પ્રથમ વિકેટ માટે 53 રન જોડ્યા હતા, પરંતુ શાર્દુલ ઠાકુરની બોલિંગ સામે 20 રનની અંદર 3 વિકેટ ગુમાવી હતી. પણ કેપ્ટન શે હોપ 63 રન બનાવ્યા તો બ્રેન્ડન કિંગ (48) સાથે 5મી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી. રનની અણનમ ભાગીદારીથી ટીમનો વિજય હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ