બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India is not interested, yet Russia proposes the most dangerous fighter jet Know how powerful Su 57 is

ખતરનાક ફાઈટર જેટ / ભારતની બહુ ઈચ્છા નહીં, છતાં ખતરનાક ફાઇટર જેટ આપવા તૈયાર છે રશિયા, Su-57 ની તાકાત જોઈને થરથર ધ્રૂજે છે દુશ્મનો

Pravin Joshi

Last Updated: 06:42 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી રશિયન મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયન સરકાર ભારત સાથે સંયુક્ત રીતે Su-57 ફાઈટર જેટ બનાવવા માંગે છે. તેણે આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પણ પ્રસ્તાવ મોકલ્યો છે. આ ફાઈટર જેટ દુનિયાના દસ સૌથી ખતરનાક ફાઈટર જેટમાં બીજા ક્રમે આવે છે.

  • રશિયન સરકાર ભારત સાથે સંયુક્ત રીતે Su-57 ફાઈટર જેટ બનાવવા માંગે છે
  • આ ફાઈટર જેટ દુનિયાના દસ સૌથી ખતરનાક ફાઈટર જેટમાં બીજા ક્રમે આવે 
  • ભારત પોતે સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવામાં વ્યસ્ત

છેલ્લા કેટલાક સમયથી રશિયન મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયન સરકાર ભારત સાથે સંયુક્ત રીતે Su-57 ફાઈટર જેટ બનાવવા માંગે છે. તેણે આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પણ પ્રસ્તાવ મોકલ્યો છે. આ ફાઈટર જેટ દુનિયાના દસ સૌથી ખતરનાક ફાઈટર જેટમાં બીજા ક્રમે આવે છે. ભારત આ પ્રોજેક્ટમાં કોઈ રસ લઈ રહ્યું નથી. કારણ કે તેના પોતાના ફાઈટર જેટ્સ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચિંતાનો પ્રથમ વિષય સુખોઈ Su-57 ફાઈટર જેટનું પ્રદર્શન છે. શું આ પાંચમી પેઢીનું ફાઈટર જેટ ભારત માટે યોગ્ય રહેશે? કારણ કે ભારત પોતે સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) બનાવવામાં વ્યસ્ત છે. 

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન, ભારત માટે  સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ | russia ukraine war russian diplomat expects  india will ...

ભારતનું નવું ફાઈટર જેટ કોઈપણ ખતરનાક ફાઈટર જેટ કરતાં વધુ ખતરનાક 

Su-57 સ્ટીલ્થ છે પરંતુ ભારતનું નવું ફાઈટર જેટ કોઈપણ ખતરનાક ફાઈટર જેટ કરતાં વધુ ખતરનાક હશે. ભારત Su-57 ફાઈટર જેટની એન્જિન ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાને લઈને ચિંતિત છે. AMCAને 2030ના મધ્ય સુધીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. ભારત તેના દેશની આબોહવા અને ભૂગોળ અનુસાર પાંચમી પેઢીનું ફાઈટર જેટ બનાવશે. પરંતુ Su-57ની વિશેષતા શું છે? સુખોઈ Su-57 રશિયાનું પ્રથમ સ્ટીલ્થ એરક્રાફ્ટ છે. પાયલોટ તેને ઉડાવે છે. આ ફાઈટર જેટની લંબાઈ 65.11 ફૂટ, પાંખો 46.3 ફૂટ અને ઊંચાઈ 15.1 ફૂટ છે. મહત્તમ ઝડપ 2135 KM/કલાક છે. સુપરસોનિક રેન્જ 1500 KM છે. તે 2019 થી રશિયન એરફોર્સમાં સામેલ છે. કુલ મળીને રશિયાએ અત્યાર સુધીમાં 32 Su-57 ફાઈટર જેટ બનાવ્યા છે.

હવે ભારત બનાવશે 100 ફાઈટર જેટ, IAFએ શરૂ કર્યું પ્રોજેક્ટ પર કામ, આ કંપનીઓ  દોડમાં | iaf to built 100 advanced fighter aircraft Make In India

રેન્જ 3500 કિલોમીટર

Su-57 ફાઈટર જેટમાં બે Saturn L-41F1 આફ્ટરબર્નિંગ ટર્બોફન એન્જિન છે. જે તેને 88 થી 147 કિલોન્યુટનની તાકાત આપે છે. તેમની મદદથી તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની રેન્જ 3500 કિલોમીટર છે. જો બે આઉટબોર્ડ ફ્યુઅલ ટેન્ક ગોઠવવામાં આવે તો તે 4500 કિલોમીટર સુધી જઈ શકે છે. તેમાં 30 મીમીની ઓટોકેનન લગાવવામાં આવી છે. આ બંદૂક દર મિનિટે 1500 થી 1800 ગોળીઓ છોડી શકે છે. આ બંદૂકની રેન્જ 1800 મીટર સુધીની છે. રશિયન ફાઈટર જેટમાં 12 હાર્ડપોઈન્ટ છે. 6 માં અને 6 બહાર. જેમાં વિવિધ પ્રકારના હથિયારો લગાવી શકાય છે. અથવા તેમનું મિશ્રણ બનાવી શકાય છે. એટલે કે રોકેટ, બોમ્બ અને મિસાઈલ. તે હવાથી હવામાં લડાઈ માટે R-77M, R-74M2 અને R-37 મિસાઈલોથી સજ્જ છે. ચાર Kh-38M, ચાર Kh-59Mk2 મિસાઇલો હવાથી સપાટી પર હુમલો કરવા માટે તૈનાત કરી શકાય છે. બે Kh-35U અથવા 2 × Kh-31 નો ઉપયોગ એન્ટી શિપ મિસાઈલ માટે થઈ શકે છે. આ ફાઈટર જેટમાં 4 × Kh-58UShK એન્ટી રેડિયેશન મિસાઈલ લગાવી શકાય છે. આ સિવાય ગાઈડેડ, અનગાઈડેડ, ક્લસ્ટર બોમ્બ, એન્ટી ટેન્ક બોમ્બ અને એક્ટિવ હોમિંગ બોમ્બ લગાવી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ